આખરે ચહેરા પર આટલું બધું તેજ કેવી રીતે? જાણો PM મોદીએ શું જવાબ આપ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય વીરતા પુરસ્કારોથી સમ્માનિત બાળકોને મળી તેમને દેશનું ભવિષ્ય ગણાવતા કેટલાંક મંત્રો આપ્યા. પીએમે આ દરમ્યાન પોતાની પણ એક દિલચસ્પ વાત કહી. તેમણે કહ્યું કે મહેનતના લીધે દિવસમાં ચાર વખત પરસેવો આવવાની વાત કરતાં પોતાની એક રસપ્રદ વાત શેર કરી.
પીએમે કહ્યું કે એક વખત એક શખ્સે તેમને પૂછયું હતું કે તમારા ચહેરા પર આટલું તેજ કેવી રીતે છે? ત્યારે પીએમે કહ્યું કે મેં એ વ્યક્તિને જણાવ્યું કે હું દિવસ દરમ્યાન ખૂબ મહેનત કરું છું અને શરીરમાંથી નીકળતો પરસેવો મારા ચહેરાના મેલને દૂર કરે છે. તેનાથી જ મારો ચહેરો આટલો તેજ દેખાય છે. તેનાથી જ મારા ચહેરા પર આટલું બધું તેજ દેખાય છે.
પીએમે બહાદુર બાળકોને કહ્યું કે તેમની વાર્તા સાંભળીને તેમને અને દરેક લોકોને ગર્વ થાય છે. પીએમે કહ્યું કે તેઓ બધા બાળકોના બહાદુરીના કિસ્સા દુનિયા સાથે શેર કરશે. તમે બધા આમ તો નાની ઉંમરના છો પરંતુ તમે જે કામ કર્યું છે તે કરવાનું તો છોડી દો, વિચારવામાં પણ મોટા-મોટા લોકોને પરસેવો છૂટી જાય છે.