
અમેરિકા : વિસ્કોન્સિન પ્રાંતમાં ગોળીબારમાં 6ના મોત, હુમલાખોરે પણ આત્મહત્યા કરી
વોશિંગ્ટનઃ અમેરિકાના વિસ્કોન્સિન પ્રાંતમાં બુધવારે ગોળીબારમાં 6 લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, હુમલાખોર પોતે જ ગોળીથી ઘાયલ થયો હતો, બાદમાં તેનું પણ મોત થયું હતું. વિસ્કોન્સિન પ્રાંતમાં મિલ્વૌકી શહેરમાં મોલ્સન કૂર્સ બીયર કંપનીના કેમ્પસમાં આ ઘટના બની હતી.સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વિસ્તારને લોકડાઉન કરવામાં આવ્યો છે. હુમલાખોરની ઓળખ 51 વર્ષના મિલ્વૌકી નિવાસી તરીકે થઈ છે. જોકે ગોળીબાર કરવા પાછળનો તેનો ઈરાદો હજી જાણી શકાયો નથી. ઘટના બુધવારે બપોરે બની હતી. તે સમયે ઘણા કર્મચારીઓ ઓફિસમાં હતા.આસપાસની સ્કુલ-ઓફિસને બંધ કરવામાં આવીશહેરના મેયરે કહ્યું- આજનો દિવસ ખૂબ જ ભયજનક હતો. મિલ્વૌકી પોલીસ પ્રમુખ અલફોન્સો મોરાલેસે કહ્યું કે મરનારાઓમાં 5 કંપનીના કર્મચારી હતા. ઘટના બાદ આસપાસની સ્કુલો અને ઓફિસોને બંધ કરાવવામાં આવી છે.રાષ્ટ્રપતિ ટ્રમ્પે હુમલાખોરને દુષ્ટ હત્યારો ગણાવ્યોવ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘટનામાં મૃત્યુ પામેલા પીડિતો અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે હુમલાખોરને દુષ્ટ હત્યારો ગણાવ્યો. વિસ્કોન્સિનના સાંસદ માઈક ગલ્લાધેરે પણ આ ઘટનાની નિંદા કરી હતી. તેમણે કહ્યું- આ પ્રકારની ઘટનાઓને આપણા સમાજમાં કોઈ સ્થાન નથી. જોકે કંપની તરફથી હજી સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.