માતા-પિતા નોકરી જતાં ઘરે એકલી રહેતી 13 વર્ષીય સગીરા ઉપર યુવાને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

મહેસાણા
મહેસાણા

મહેસાણા પંથકના ગામમાં રાજસ્થાની પરિવાર 13 વર્ષની દીકરી સાથે રહે છે અને નજીકની એક કંપનીમાં નોકરી કરે છે. માતા-પિતા કંપનીમાં નોકરી જતાં ઘરે રહેલી સગીરાની એકલતાનો લાભ લઈ મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ખારકાદરી ગામનો અને હાલ જોટાણા નજીક આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરતા અનિલ ખાંટ નામના યુવાને તેની સાથે પરિચય કેળવ્યો હતો.

દરમિયાન માતા-પિતા નોકરીએ જતાં ઘરે એકલી રહેલી સગીરાને મહેસાણા લઇ જઇ અનિલે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. જેને લઈ સગીરા કેટલાક દિવસો પૂર્વે ઘરેથી કોઈને કહ્યા વિના તેના દાદાના ઘરે રાજસ્થાન જવા નીકળી હતી અને હિંમતનગર પહોંચ્યા બાદ પૈસા ખૂટી પડતાં તેણીએ એક મહિલા પાસે પૈસા માંગતાં જાગૃત મહિલાએ સગીરાને પોલીસ મથકે પહોંચાડી હતી. જ્યાં રાત થઈ ગઇ હોવાથી હિંમતનગર મહિલા પોલીસે રાત્રિ રોકાણ માટે સખીવન સ્ટોપ સેન્ટરમાં મોકલી આપી હતી.

બીજા દિવસે સવારે પોલીસે તેનું મેડિકલ ચેકઅપ કરાવતાં સગીરા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. પોલીસે તેના માતા-પિતાનો સંપર્ક કરી પૂછપરછ કરતાં પોતાની સાથે રાજસ્થાની અનિલ ખાંટ નામના યુવકે દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. હિંમતનગર પોલીસે 0 નંબરથી ફરિયાદ લઈ લાંઘણજ પોલીસને ટ્રાન્સફર કરતાં પોલીસે અનિલ ખાંટ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી પીએસઆઇ એસ.બી. ઝાલા અને તેમની ટીમે યુવકની રાજસ્થાનથી ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સગીરા પર દુષ્કર્મ કર્યા બાદ યુવક રાજસ્થાન ભાગી ગયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.