
મહેસાણા નજીકથી પસાર થતી ટ્રેનમાંથી મહિલાના પર્સની ચોરી
લખનઉ રેલવે સ્ટેશનથી ટ્રેન મારફતે અમદાવાદ આવવા નીકળેલા મહિલા મુસાફર ટ્રેનમાં સુઈ રહ્યા હતા.એ દરમિયાન તેઓની હેન્ડ બેગ અજાણ્યો કોઈ તસ્કર ચોરી ગયો હતો જે બેગમાં મોબાઈલ,રોકડા,દાગીના મળી કુલ 1 લાખથી વધુના મત્તાની ચોરી કરી તસ્કર બેગ ટ્રેનમાં ફેંકી સમાન ચોરી ફરાર થઇ ગયો હતો.સમગ્ર મામલે મહેસાણા રેલવે પોલીસમાં અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાઇ છે.
મૂળ યુ.પી ના અને અમદાવાદના નરોડા ખાતે EPFOમાં નોકરી કરતા શુભમ પાઠક લખનઉ થી ટ્રેન મારફતે અમદાવાદ આવવા નીકળ્યા હતા જ્યાં તેઓની પત્ની અંસિકા ત્રિપાઠી કાનપુરથી બને પતિ પત્ની ટ્રેનમાં સવાર થઈ અમદાવાદ આવી રહ્યા હતા.એ દરમિયાન રાત્રી દરમિયાન બને સુઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા કોઈ તસ્કરે સાઈડ ઇંગર પર લાગેલ પર્સ ચોરી તેમાં રહેલા મોબાઈલ,દાગીના રોકડા ચોરી લીધા હતા.સમગ્ર મામલે ફરિયાદી જાગી જતા પર્સ જોવા ન મળતા તપાસ કરતા પર્સ રેલવેના બાથરૂમના ડસ્ટબીન માંથી મળી આવ્યું હતું.સમગ્ર બનાવ મહેસાણા રેલવે સ્ટેશન પાસેથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે બનવા પામ્યો હતો.હાલમાં બેગમાં રહેતા કિંમતી દાગીના,ફોન,રોકડા 4000 ,જરુરી ડોક્યુમેન્ટ મળી કુલ 1,07,000 ના મત્તાની ચોરી અંગેની ફરિયાદ મહેસાણા રેલવે પોલીસમાં નોંધાઇ છે.