
આજથી ગાંધીધામ -અમૃતસર વચ્ચે સાપ્તાહિત ઉનાળુ સ્પે. ટ્રેન ચલાવશે
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ અને અમૃતસર વચ્ચે સ્પેશિયલ ભાડું લઇને સાપ્તાહિક ઉનાળુ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ટ્રેન નંબર 09461/ 09462 ગાંધીધામ-અમૃતસર- ગાંધીધામ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 12 ફેરા કરશે.
ટ્રેન નંબર 09461 ગાંધીધામ-અમૃતસર સ્પેશિયલ ટ્રેન 26 મે થી 30 જૂન, 2023 સુધી દર શુક્રવારે ગાંધીધામથી સવારે 06:30 વાગ્યે પ્રસ્થાન કરી શનિવારે બપોરના 12:35 વાગ્યે અમૃતસર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09462 અમૃતસર-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન 27 મે થી 01 જુલાઇ, 2023 સુધી દર શનિવારે અમૃતસરથી બપોરના 14:30 વાગ્યે પ્રસ્થાન કરી રવિવારે સાંજે 18:30 વાગ્યે ગાંધીધામ પહોંચશે.