
મહેસાણા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા
મહેસાણા જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે.જેના કારણે જિલ્લા ભરમાં વરસાદની આગાહી પગલે મેઘો મન મૂકી વરસી રહ્યો છે.ત્યારે મહેસાણા શહેરના નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.મહેસાણાની વિસનગર લિંક રોડ પર આવેલ પ્રગતિ નગર સોસાયટીમાં ગત મોડીરાત્રે પડેલા વરસાદ કારણ સોસાયટીમાં ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા.બાજુમાં આવેલ વરસાદી પાણીની કેનાલ નિકાલ ન કરી શકતા ઘરોમાં પાણી ઘુસવા લાગ્યા હતા.જો આવો જ વરસાદ પડશે તો આગામી સમયમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસવાની શક્યતાઓ સ્થાનિક લોકો દર્શાવી રહ્યા છે.જયંતિ લાલા વાણિયાએ ભાસ્કરને જણાવ્યું કે, પ્રગતિ નગર સોસાયટીમાં રાત્રિ દરમિયાન આવેલ ભારે વરસાદના કારણે અમારી સોસાયટીમાં ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાઈ ગયું હતું.વરસાદી કેનાલ પાણીનો નિકાલ કરી શકતી નથી. અણઘડ વહીવટના કારણે અમારી સોસાયટી બારે માસ આ તકલીફ પડે તેમ છે.નગર પાલિકા મહેસાણા ને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ અધિકારી કે કોઈ પદાધિકારી એ અમારા વિસ્તારની મુલાકાત લીધી નથી.અમારી સોસાયટીમાં ઘરોમાં પાણી ઘુસી જતા પહેલા કેટલાક ઘરો માં માટીની પાળી કરવી પડી હતી.જેથી પાણી ઘુસી ના જાય.
વરસાદનુ જોર સવારે ઓછું થતાં અમારા ઘરોમાં પાણી ઘુસી શક્યા નથી.ઘરડા લોકો નાના બાળકો અને બીમાર વ્યક્તિઓ ને લઇ જવામાં ઘણી મુશ્કેલી પડે છે. આ વરસાદી પાણીની કેનાલ બાબતે કલેક્ટર કચેરીએ સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી સુનાવણીમાં આ પ્રશ્નનો નિકાલ કરવાની બાહેધરી આપી હતી.પણ ત્યાર બાદ બધું ભુલાઈ ગયું છે. નગર પાલિકા મહેસાણા અમારી આ વરસાદી કેનાલથી પાણી સોસાયટીમાં ભરાઈ જાય છે તે બાબતે કોઈ કાર્યવાહી કરી નથી.જેના કારણે અમારે પાણીમાં રહેવા મજબૂર થવું પડ્યું છે.મહેસાણામાં 3 થી 5 વાગ્યા દરમિયાન ઊંઝામાં 03mm,કડીમાં 01mm,જોટાણામાં 02mm,બેચરાજીમાં 32mm,મહેસાણામાં 2 mm,વિસનગરમાં 02mm,સતલાસણામાં 07mm વરસાદ નોંધાયો હતો. વરસાદી માહોલ ના કારણે શહેરના બે મુખ્ય નાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડી હતી.ત્યારે મહેસાણામાં આજે અનેક સ્થળે મોટો ટ્રાફિક જામ પણ સર્જવા પામ્યો હતો.