
કડીમાં ક્રિકેટ રશિયાઓ સ્કિન ઉપર લાઈવ મેચ નિહાળી
વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં રમાનારી ફાઈનલને લઈને આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિશ્વના સૌથી મોટા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમાઈ રહી છે. કડીમાં પણ આ મેચને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વડવાળા હનુમાનજીના મંદિરની સામે આવેલા ભવ્ય સ્ક્વેરમાં વર્લ્ડ કપ વનડે મેચમાં ભારત વિજય થશે તો ભવ્યાથી ભવ્ય આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડકપની ફાઇનલ મેચને લઇને કડીમાં વિવિધ વિસ્તાર અને જગ્યા ઉપર વિશેષ આયોજન કરવામાં આવ્યુ છે. એલઇડી સ્ક્રીનમાં મેચનું લાઇવ પ્રસારણ બતાવવામાં આવી રહ્યું છે. કડી શહેરમાં ક્રિકેટ રશિયાઓ પોતાના ઘરે તેમ જ વિવિધ જગ્યાઓ ઉપર મેચ નિહાળી રહ્યા છે. તેમજ છત્રાલ હાઇવે ઉપર આવેલી ફેક્ટરીમાં પરિવાર સાથે લોકો મેચ નિહાળી રહ્યા છે. તેમજ ચા-નાસ્તો પાણી તેમજ જમવાની પણ આયોજન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદ ખાતે રમાઈ રહેલી વન ડે ફાઈનલ મેચનું વિવિધ જગ્યાઓ ઉપર લાઈવ ટેલીકાસ્ટ બતાવવામાં આવી રહ્યું છે. શહેરના વિવિધ સોસાયટીઓ તેમજ કોમ્પલેક્ષો, ફેક્ટરીઓમાં એલઇડી મૂકીને લોકો ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ફાઈનલ મેચનું પ્રસારણ જોઈ રહ્યા છે.કડી શહેરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કડી છત્રાલ હાઇવે ઉપર આવેલી ગંગોત્રી ફેક્ટરી તેમજ વડવાળા હનુમાનજીના મંદિરની સામે આવેલા ભવ્ય સ્ક્વેર, કરણ નગર રોડ પર આવેલા ગપ્પા હોટલ જેવા અનેક જગ્યાઓ ઉપર એલઇડી સ્ક્રીન મૂકીને લોકો ફાઇનલ મેચ જોઈ આનંદ લઈ રહ્યા છે. તેમજ ભારત વર્લ્ડ કપ મેચમાં જીત છે તેઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે