
વિસનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરાઇ
વિસનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શહીદ દિન નિમિત્તે વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામા આવી હતી.જેમાં ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અમર શહીદ ક્રાંતિકારી ભગતસિંહ,રાજગુરૂ અને સુખદેવને અંગ્રેજોએ ફાંસીએ લટકાવી દીધા હતા.જેમાં 24 વર્ષની યુવાવયે પોતાની યુવાનીને દેશની આઝાદી માટે ખપાવી દેનારા વિર સપુતોએ ઇતિહાસના પાને પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી દીધું છે.ત્યારે શહીદ દિવસ નિમિત્તે વિસનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.જેમા તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સતીષ પટેલ,મહામંત્રી મહેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રા પટેલ,યુવા મોરચા પ્રમુખ કિનલ પટેલ,ઉપપ્રમુખ ચિરાગ પટેલ,કારોબારી સભ્ય મનીષ પટેલ,યુવા મોરચા પ્રદેશ કારોબારી સભ્ય સંદીપ પટેલ સહિતના હોદ્દેદારો દ્વારા કાંસા ચોકડી નજીક આવેલા વીર શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.