
વિસનગર શહેર અને તાલુકા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
વિસનગરમાં ભારતીય જનતા પાર્ટી શહેર અને તાલુકા દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જે કેમ્પમાં રક્તદાન કરનાર રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.જેમાં નૂતન હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ દ્વારા રસપાર્ક સોસાયટીમાં નિઃશુલ્ક વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમા 62 દર્દીઓએ લાભ લીધો હતો જેમને હોમિયોપેથિક દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી.કેમ્પમાં 18 દર્દીઓને નિઃશુલ્ક ડાયાબિટીસ તપાસ માટે સુગર ચેક કરી આપવામાં આવ્યું હતું.આ કેમ્પમાં ડોક્ટર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફ દ્વારા ખડેપગે સેવા આપવામાં આવી હતી.