વિસનગરની આદર્શ વિદ્યાલયમાં 36મી નેશનલ ગેમ્સનો કાર્યક્રમ યોજાયો

મહેસાણા
મહેસાણા

વિસનગરની શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલયમાં એવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્યએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત તથા પરિચય આપી આદર્શ વિદ્યાલયની પરંપરા મુજબ મહાનુભાવોને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.તારે કાર્યક્રમને શોભાવવા પધારેલ મહાનુભાવોએ ગુજરાતમાં યોજાનાર 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત 28 રાજ્યો 8 કેન્દ્રશાસિત પ્રદેશોના ખેલાડીઓ 36 ઓલમ્પિક રમતો રમશે.આમ આ 36મી નેશનલ ગેમ્સ થકી “પહેલું સુખ જાતે નર્યા” એ ઉક્તિને સાર્થક કરવા આદર્શ વિદ્યાલય વિસનગરમાં એવરનેસ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ રમતોને સુમિત્રાબેન પટેલ,કે.કે. ચૌધરી તથા અન્ય મહાનુભાવો દ્વારા ખુલ્લી મૂકવામાં આવી હતી. જેમાં રસ્સાખેંચ,લીંબુ ચમચી તથા પ્રાચીન વિવિધ રમતો યોજવામાં આવી હતી.જેમાં ધોરણ વાઈઝ વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.જેમા વિજેતા વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.આમ સમગ્ર કાર્યક્રમનું આયોજન વ્યાયામ શિક્ષક રમેશ વી.ચૌધરીએ કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.