વિસનગર APMCખાતે આરોગ્ય સેવા લક્ષી વિવિધ કાર્યક્રમો યોજાયા

મહેસાણા
મહેસાણા

વિસનગર એપીએમસીમાં જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા અને એપીએમસી વિસનગરના સહયોગથી આયુષ્યમાન ભવઃ કાર્યકમ અંતગર્ત વિવિધ કાર્યકમો યોજવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ખાસ ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આયુષ્યમાન ભવ કાર્યક્રમની સાથે સાથે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન સેમિનાર, કિસાન રેસ્ટ હાઉસનું ભૂમિ પૂજન, મેગા મેડીકલ કેમ્પ, વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો, 300થી વધુ નિક્ષય પોષણ કીટ વિતરણ, મંત્રીનું ઔષધ તુલા, ટીબી નિવારણ માટે લોકભાગીદારી અભિયાન, દાતાઓનું સન્માન સહિતના કાર્યક્મો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં વહીવટી તંત્ર, ભાજપના કાર્યકરો, વિદ્યાર્થીઓ સહિત હાજર રહ્યા હતા.વિસનગર એપીએમસીમાં જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા, એપીએમસી વિસનગરના સહયોગથી આયુષ્માન ભવઃ કાર્યકમ અંતગર્ત મેગા મેડિકલ કેમ્પ, CSR ફંડ ONGC એસેટ મહેસાણા, ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી મહેસાણાના સહયોગથી પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 300 ટીબીના દર્દીઓને 6 માસ સુધી આહાર પોષણ કીટ વિતરણ, કેડીલા ફાર્માસ્યુટિકલ લી. કડીના સહયોગથી આરોગ્યમંત્રીનો ઔષધ તુલા કાર્યકમ, હેલ્થી ફૂડ, સહિતના વિવિધ કાર્યકમો યોજાયા હતા.


જેમાં આ પ્રસંગે પી.એમ.જે.વાય યોજના અંતગર્ત 100% કામગીરી પૂર્ણ કરનાર વિસનગર તાલુકાના સરપંચનું સન્માન કરવામાં આવ્યું હતું. 12 %થી વધુ HB ધરાવતી સ્કૂલે જતી કિશોરીઓનું એમ્બેસેડર ફોર એનિમિયા મુક્ત મહેસાણા તરીકે સન્માન કરાયું. લાભાર્થીઓને હેલ્થ કાર્ડ વિતરણ, સહિતના કાર્યકમો કરવામાં આવ્યા હતા. જેમાં વિસનગર એપીએમસીમાં કિસાન રેસ્ટ હાઉસનું પણ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રીની દિર્ઘદષ્ટીને પગલે નારી વંદન બિલ પસાર થતાં દેશમાં મહિલાઓને રાજકીય ક્ષેત્રે રાષ્ટ્ર સેવાની અનેરી તક મળી છે. દેશના ઉન્નત વિકાસના પાયામાં શિક્ષણ અને આરોગ્ય છે. જેની હરહમેંશ ચિંતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે. સ્વસ્થ બાળક રાષ્ટ્રનું ભવિષ્ય છે. ત્યારે આપણે સૌ સાથે મળીને કુપોષણ મુક્ત ગામ અભિયાનને સાર્થક કરીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.