વિસનગરમાં વલસાડ-વડનગર ટ્રેનને સ્ટોપેજ મળતા ખુશીની લહેર જોવા મળી

મહેસાણા
મહેસાણા

વડનગર-વલસાડ ટ્રેનમાં વિસનગરને સ્ટોપેજ આપવાની જાહેરાત કરતા સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.જેમાં વિસનગરને સ્ટોપેજ મળતા વિસનગરવાસીઓ પણ આ ટ્રેનનો લાભ લઈ શકશે.જેમાં 26 જાન્યુઆરીથી આ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું છે.જેમાં સાંજે 5:08 કલાકે ટ્રેન આવતા વિસનગરવાસીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મહેસાણા સાંસદ શારદાબેન પટેલ દ્વારા તેને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આમ વડનગર-વલસાડ ટ્રેન દરરોજ વિસનગરમાં સ્ટોપેજ કરશે.વડનગરથી વલસાડ જતી ટ્રેન નંબર 20960ને સાંજે 5:10 કલાકે મહેસાણા સાંસદ શારદાબેન પટેલ દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.જેમાં આ ટ્રેન રોજ વલસાડ જવા માટે સાંજે 5:08 વાગે વિસનગર આવશે અને 5:10 મિનિટે વિસનગરથી ઉપડશે તેમજ બીજા દિવસે વલસાડથી નીકળી બપોરે 12:22 મિનિટ વિસનગર આવશે અને 12:24 મિનિટે વિસનગરથી ઉપડી વડનગર જશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.