મહેસાણામાં ઉપરવાસ અને રાજસ્થાનમાં વરસાદને પગલે ધરોઇ ડેમમાં પાણીની આવક વધી

મહેસાણા
મહેસાણા 413

રાજ્યભરમાં મેઘમહેર યથાવત છે. મહેસાણા જીલ્લામાં આવેલ ધરોઇ ડેમમાં પણ પાણીની આવક વધી હોવાનું સામે આવ્યુ છે. જેમાં ઉપરવાસ અને રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતની નદીઓમાં નવા નીર ઉમેરાયા છે. આ સાથે ધરોઇ ડેમમાં પાણીની આવક થતાં 604.54 જળ સપાટી થઈ છે. ધરોઇ ડેમની ભયજનક જળસપાટી 622 ફૂટ છે.

મહેસાણા જીલ્લામાં આવેલ ધરોઇ ડેમમાં વરસાદી પાણીની આવક 3055 ક્યુસેક થઇ છે. આ સાથે ધરોઇ ડેમમાં પાણીનો સ્ટોક 44.41 ટકા થયો છે. છેલ્લા બે દિવસથી ધરોઇ ડેમની સપાટી ધીમેધીમે વધી રહી છે. જોકે ઉપરવાસ અને રાજસ્થાનમાં સારા વરસાદને કારણ આ પાણીની આવક થઇ છે. આ તરફ હવે જો હજુ વરસાદ રહેશે તો ડેમ છલકાવાની સંભાવના છે. નોંધનિય છે કે, છેલ્લા બે દિવસથી મહેસાણા આસપાસના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ નોંધાઇ રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.