
ઊંઝા બ્રેકડાઉન થયેલી લક્ઝરી બસને પાછળથી ટક્કર મારી, રીપેરીંગ કરતા કારીગરના પગ ઉપર ટાયર ફરી વળતા ફ્રેક્ચર થયો
ઊંઝા રોજ ગાર્ડન હોટેલ નજીક બ્રેકડાઉન થયેલી લક્ઝરી બસને પાછળથી લક્ઝરી બસે જ ટક્કર મારી હોવાની ઘટના સામે આવી છે. રીપેરીંગ કરતા કારીગરને પગ ઉપર ટાયર ફરી વળતા ઈજાઓ થઈ હતી.
ફિરોજ ગાડી રીપેરીંગનું કામ કરતો હતો. એનો મિત્ર આબીદ એની જોડે ગયો અને ઊંઝા રોજ ગાર્ડન હોટેલ નજીક એક લક્ઝરી બંધ થઇ ગઈ હોવાથી રીપેરીંગ માટે આવ્યો અને લક્ઝરી બંધ થઇ ગઈ હતી. તેનું રીપેરીંગનું કામ કરવા નીચે ગયો હતો. એ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે એક લક્ઝરી આવીને ઉભેલી લક્ઝરીને ટક્કર મારી હતી.
જેની નીચે કામ કરતા ફિરોજના પગ ઉપર ગાડીનું ટાયર આવી જતા પગ ફ્રેક્ચર થઇ ગયો હતો. જ્યાં ઘટના બનતા બુમાબુમ કરી હતી. જેને લઈને લોકો ભેગા થઇ ગયા હતા અને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ તમામ ઘટના બાબતે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જે અકસ્માત કરનાર વાહન ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ 279, 337, 338, 184, 177, 134 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.