
ઊંઝાના વરવાડા ગામે ખુલ્લેઆમ દારૂનું વેચાણ બંધ કરવાનું કહેતા મારક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો
ઊંઝા તાલુકાના વરવાડા ગામમાં બુટલેગર અને અન્ય ઈસમોએ સાથે મળી ત્રણ વ્યક્તિઓ ઉપર અચાનક જીવલેણ હુમલો કરતા પંથકમાં ચકચાર થઇ જવા પામી હતી.
વરવાડા ગામમાં રહેતા ડાહ્યાજી બીજલજી ઠાકોર જેઓ ભાવનાબેન ઠાકોર ખુલ્લેઆમ હાથની બનાવટનો દેશી દારૂનો વેપાર કરે છે. આ બાબતે ડાહ્યાજી દારૂનું વેચાણ બંદ કરવાનું કહેવા જતા બુટલેગર ભાવનાબેન ઠાકોર, જીગરજી ઠાકોર, વિશાલજી ઠાકોર, ભીખીબેન ઠાકોર ઉશ્કેરાઈ જઈ બોલાચાલી થઇ હતી. ત્યારબાદ જીગરજી ઠાકોર પોતાના સાથે ધારિયું લઈને આવ્યા હતા અને વિશાલજી ઠાકોર લોખંડની પાઇપ લઈને આવ્યા હતા. જેમાં જીગરજી ઠાકોરે ડાહ્યાજી ઠાકોરને માથાના ભાગે ધારિયું માર્યું હતું. જેમાં ડાહ્યાજીના પરિવારને ખબર પડતા બચાવવા દોડી આવ્યા હતા.
જેમાં છોડાવવા આવેલા પરિવારજનો ઉપર પણ આ ચાર માણસોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ઠાકોર વસીબેન અને ભાવનાબેન ડાહ્યાજી ઉપર જીગરજી અને વિશાલજી ધારિયા અને લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો અને છુટા પથ્થરો પણ માર્યા હતા. આજુબાજુ લોકો ભેગા થઇ જતા ત્રણે વ્યક્તિઓને વધુ મારમાંથી બચાવેલા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી ઊંઝા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જેમાં ઊંઝા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરી ગંભીર ઈજાઓ હોવાથી પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુમાં પરિવાજનોએ જણાવ્યું હતું કે, દારૂ બંધ કરાવવાનું કહેવા જતા અચાનક હુમલો કર્યો હતો. જેમાં ઊંઝા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા ઊંઝા પોલીસે ઠાકોર વિશાલજી દિનેશજી, જીગરજી ખોડાજી, ભાવનાબેન ખોડાજી, મહેશજી મથુરજી ઉપર આઈપીસીની કલમ 324, 323, 504, 506 (2), 114 અને 135 મુજબનો ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.