
ઊંઝા તાલુકા કક્ષાની અમૃત કળશ યાત્રાનો કાર્યક્ર્મ યોજાયો
ઊંઝા તાલુકા કક્ષાનો કળશ યાત્રાનો કાર્યકમ તાલુકા પંચાયત પાછળ આવેલ નીલકંઠ મહાદેવ મંદિર સંકુલ ખાતે યોજાયો હતો. મિટી કો નમન વીરો કો વંદન અંતર્ગત સરદાર ચોકથી તાલુકા પંચાયત સુઘી રેલી નીકળી હતી જેનું ઊંઝા તાલુકા પંચાયત ખાતે સ્વાગત કરાયું હતું. ઊંઝા તાલુકા પંચાયત ખાતે શિલા ફલકમના સ્થાને માટી કળશ પૂજા કરાઇ હતી. દીપ પ્રાગટય બાદ કાર્યકમ શરુઆત કરાઇ હતી.
બાળકો દ્વારા સાસ્કૃતિક કાર્યકમ રજૂ કરાયા હતા. આર્મી સ્ટાફ દ્રારા સ્પીચ અપાઇ હતી. ઉપસ્થિત મહાનુભાવોએ ઉદ્બોધન કર્યુ હતું. તેમજ સનદ વિતરણ તેમજ કળશમાં લાવેલ ચોખાનું વિતરણ કરાયું હતું. ચિત્ર સ્પર્ધામાં આવેલ એકથી ત્રણ નંબરને ઇનામો આપવામાં આવ્યાં હતા. આ કાર્યકમમાં ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, જિલ્લા પંચાયત પૂર્વે કારોબારી અધ્યક્ષ હરિભાઈ પટેલ, ઊંઝા તાલુકા પંચાયત પ્રમુખ નિલેષભાઈ પટેલ, ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ, ઉનાવા એપીએમસી ચેરમેન જયેશભાઈ પટેલ, સહિત ઊંઝા તાલુકા વિકાસ અધિકારી ડો.ભાર્ગવીબેન વ્યાસ સહિત તાલુકા પંચાયત સ્ટફાગણ ઉપસ્થિત રહયો હતો