
ઊંઝા પોલીસે ઉપેરા ગામમાં દારૂના અડ્ડા ઉપર રેડ કરતા દેશી દારૂનો જથ્થો ઝડપાયો
ઊંઝા પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન ખાનગી રાહે બાતમી મળતા ઊંઝા પોલીસ ફરજ પરની પોલીસ વાન લઈને ઉપેરા અને દાસજ રોડ વચ્ચે રહેતા ઠાકોર વિષ્ણુજીના રહેણાંક મકાનમાં પોલીસે રેડ કરતા પોતાના રહેણાંક મકાનમાંથી પાસ પરમીટ વગરનો ગેરકાયદેસર વેચાણ કરતા દેશી દારૂ પકડાયો હતો. જેમાં આશરે 40 લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે વધુ તપાસ કરતા 150 લીટર જેટલું જગ્યાએથી દેશી દારૂ ગાળવાનું વોશ પકડ્યું હતું.
ઠાકોર વિષ્ણુજી દેશી દારૂ બનાવતા અને દેશી દારૂનો ગેરકાયદેસર વેપાર કરતા હોય જણાઈ આવતા ઊંઝા પોલીસે ઠાકોર વિષ્ણુજી અટકાયત કરી હતી અને આશરે 40 લીટર દેશી દારૂ અને 150 લીટર દેશીદારૂ ગાળવાનું વોશ પકડાઈ આવતા જેનો કુલ મુદ્દામાલ 1100 રૂપિયાનો જણાઈ આવતા ઊંઝા પોલીસે પ્રોહીબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.