ઊંઝા પોલીસે ભુણાવ ગામમાં જુગાર રમતા ત્રણ જુગારીયોને દબોચ્યા
ઊંઝા પોલીસે ભુણાવ ગામમાં પ્રાથમિક શાળામાં અમુક ઈસમો પોતાના આર્થિક ફાયદા સારુ હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા. જેની ઊંઝા પોલીસને ખાનગી રાહે હકીકત મળેલી જેના આધારે પોલીસે ઊંઝા પોલીસ સ્ટેશનથી ખાનગી વાહન દ્વારા ભુણાવ ગામમાં આવીને પ્રાથમિક શાળાની આજુબાજુ એરિયા કોર્ડન કરી રેડ કરી હતી. જેમાં ઊંઝા પોલીસને જુગાર રમતા ત્રણ ઈસમોને પકડવામાં સફળતા મળી હતી. જેમાં ઊંઝા પોલીસે ત્રણે ઈસમોની ધરપકડ કરી હતી. જે ત્રણેય ઈસમોને પૂછતા ભુણાવ ગામના હોવાનું જાણવા મળેલું
પકડાયેલા આરોપીઓના નામ પૂછતાં (1) ઠાકોર રમેશજી રવાજી ભુણાવ, (2)ઠાકોર સંજયજી બાબુજી ભુણાવ, (3) ઠાકોર મંગાજી અનોપજી ભુણાવ હોવાનું જણાવ્યું હતું. આ ત્રણેય ઈસમોની પોલીસ સ્ટેશનમાં લઈ જઈને અંગઝડતી કરતા 1350 રૂપિયા મળી આવેલા હતા. તેમજ પોલીસે જગ્યાએથી ગંજીપત્તા તેમજ 400 રૂપિયા સહિત 1750 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય વિરુદ્ધ જુગારધારાની આઈ.પી.સી. કલમ 12 મુજબનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.