
ઊંઝા મક્તુપુર સિક્સ લાઈન હાઇવે ઉપર રખડતા પશુઓનો આતંક
ઊંઝા મક્તુપુર સિક્સ લાઈન હાઇવે ઉપર રખડતા પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે. હાઇવે વચ્ચે પશુઓ આવી જતા વાહનચાલકો પરેશાન થયા છે અને અકસ્માત થવાની ભીતિ સર્જાઈ રહી છે. જો કોઈ અઘટિત ઘટના બને તો તેના જવાબદાર કોણ?. આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક પગલા ભરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.
ઊંઝા નજીક સિક્સ લાઈન નેશનલ હાઇવે ઉપર રખડતા પશુઓ આવી જતા વાહનચાલકોને મુશ્કેલી સર્જાઈ છે. નેશનલ હાઇવે ઉપર અસંખ્ય વાહનો દોડે છે અને રોડ વચ્ચે જ રખડતા પશુઓ આવી જવાથી અકસ્માત થવાની સંભાવના સર્જાઈ છે. હાલમાં અનેક શહેરોમાં રખડતા પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે. જેમાં ઘણા રાહદારીઓને રખડતા પશુઓ અડફેટે લેતા હોય છે. તેમજ રોડ ઉપર રખડતા પશુઓને લઈને અનેક જગ્યાએ અકસ્માત થયા છે. જો હાલમાં ઊંઝા નજીક નેશનલ હાઇવે ઉપર કોઈ અકસ્માત સર્જાશે અથવા કોઈ જાનહાનિ થશે તો કોણ જવાબદાર?. આ બાબતે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી લોકમાગ ઉઠી છે.