
ઊંઝાના મહેરવાડામાં નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
ઊંઝા તાલુકાના મહેરવાડા ગામમાં નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ગામના ઠાકોર સમાજ દ્વારા નકળંગ ભગવાન તેમજ ચામુંડા માતાજીના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણી નિમિત્તે સામાજિક તેમજ રાજકીય આગેવાનો હાજર રહ્યાં હતા. જેમાં મુખ્ય મહેમાન તરીકે યુવા ક્ષત્રિય સેના પ્રદેશ અઘ્યક્ષ અભિજીતસિંહ બારડ,પટેલ બિપિન હાજર રહ્યાં હતા.જેમાં અતિથિ વિશેષમાં ઊંઝા તાલુકા સદસ્ય ભાવનાબેન, ઊંઝા તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન પટેલ,ઊંઝા વિધાનસભાના ધારાસભ્ય કિરીટ પટેલ,રામજી ઠાકોર મહેસાણા,લાલસિંહ ઠાકોર વિસનગર શહેર પ્રમુખ ઠાકોર સેના, કાર્તિકસિંહ ઝાલા મહેસાણા,ઊંઝા નગરપાલિકા કોર્પોરેટર નર્મદાબેન ઠાકોર,બ્રાહ્મણવાડા ગામના સરપંચ પૃથ્વીસિંહ ઝાલા,ઊંઝા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જી.પી.ઝાલા અને બીજા સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહ્યાં હતા.આ સિવાય ચામુંડા માતાજીના તેમજ નકળંગ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પ્રસાદીનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમા ગામના તમામ સમાજના લોકોએ ભેગા મળી સાથ સહકાર આપ્યો હતો.આ સિવાય ઠાકોર સમાજ આયોજકોએ બહારથી આવનાર તમામ આગેવાનોનું સન્માનિત કરવામાં આવ્યા હતા.આમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાર્યક્રમને અનુરૂપ લોકડાયરો,રાસ-ગરબા પણ રાખવામાં આવ્યા હતા.