
વિસનગરના ઉમતા ગામે રહેણાંક વિસ્તારમાંથી 7 ફૂટનો અજગર જોવા મળતાં દોડધામ મચી
વિસનગર તાલુકાના ઉમતા ગામે દેણપ જવાના રોડ પર આવેલા રહેણાંક વિસ્તારમાંથી સાત ફૂટનો અજગર જોવા મળતાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં આટલા મોટા અજગરને પકડવા માટે તાત્કાલિક વિસનગર વન વિભાગ ટીમને જાણ કરવામાં આવી હતી. જેમાં વન વિભાગ જાણ થતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત વનકર્મી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગ્રામજનોની મદદથી સાત ફૂટ અજગરનું રેસ્કયુ કરી જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો. જેથી અજગરને જંગલ વિસ્તારમાં છોડી દેવાતાં ગ્રામજનોએ હાશકારો અનૂભવ્યો હતો.
વીસનગર તાલુકાના ઉમતા ગામમાં દેણપ જવાના રોડ પર મગોના તળાવની બાજુમાં આવેલા રહેણાંક વિસ્તારમાં આવેલા પ્રજાપતિ દિનેશ માધાભાઈના ઘર આગળ તમાકુના કોથળામાંથી એકાએક સાત ફૂટનો અજગર જોવા મળતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં સાત ફૂટ મોટા અજગરને પકડવો મુશ્કેલ હોવાથી વિસનગર વન વિભાગને જાણ કરી હતી. જાણ કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રંજનબેન ચૌધરી, વનકર્મી હર્ષકુમાર ચૌધરી સહિતના દોડી આવી ગ્રામજનોની મદદથી આ અજગરનું રેસ્ક્યુ કરી તારંગાના જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.