વિસનગરમાં બે શખસોએ પોલીસ કર્મીને માર માર્યો,બે વિરૂદ્ધ ગુનો દાખલ

મહેસાણા
મહેસાણા

વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીને બાઇકની આગળ અચાનક ગાડી લઈને આવેલા બે શખ્સોએ મારા મિત્રની ગાડીની તપાસ કેમ કરે છે, કહી ગડદાપાટુંનો માર મારી સમન્સ ફાડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસકર્મીએ આ બનાવ અંગે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચૌધરી હરેશ ગોવિંદભાઈ જી.આર.ડી રામસંગજીની સાથે તાલુકાના દેણપ ગામની બીટમાં સમન્સ અને નોટિસની બજવણી કરવા સરકારી બાઇક લઈ નીકળ્યા હતા. જેઓ ઉમતા અને દેણપ ગામની કામગીરી પૂરી કરી વિસનગર તરફ આવતા હતા. તે દરમિયાન સાંજે સાડા સાત વાગ્યાના કાજીઅલિયાસણા નજીક રોડ પર એક વેગેનાર ગાડીનો ચાલક રોડ પર આડી ઊભી રાખી બેસેલો હતો. તેના પર શંકા જતા તેની પૂછપરછ કરતાં તેણે તેનું નામ ચૌધરી જયેશ મૂળજીભાઈ હોવાનું જણાવ્યું હતું. તેમજ જયેશ એ ફોન કાઢી બીજા વ્યક્તિને ફોન કરીને કહ્યું કે, પાલડી ગામના સરપંચ સાથે વાત કરો. જેથી પોલીસ કર્મીએ ફોન પર વાત કરતા સામેથી કહ્યું કે, હું પાલડી સરપંચ ચૌધરી મેહુલ બોલું છું અને આ ચૌધરી જયેશ મારો મિત્ર છે. જેથી તું તેને કેમ હેરાન કરે છે. તેમ કહી હરેશ એ પૂછપરછ કરી જવા દીધા હતા.

જ્યાંથી હરેશ અને રાયસંગજી સરકારી બાઇક લઇને રાત્રે સાડા નવ વાગ્યે વિસનગર શહેરના ધૂળિમાતાના પરા નજીક પહોંચ્યા હતા. તે દરમિયાન ગાડી લઈને આવેલા ચૌધરી મેહુલ નાથુભાઈ અને ચૌધરી મહેશ મેઘજીભાઈ આવી કહેવા લાગ્યા કે, તું પોલીસવાળો હોય તો શું થઈ ગયું, કેમ મારા મિત્રની ગાડી રોકી તપાસ કરે છે. તારે મારા કોઈ મિત્રની ગાડી રોકવાની નહિ તેમ કહી ગળાના ભાગે નખુરિયા મારી ગડદાપાટુંનો માર માર્યો હતો. હરેશ પાસેના પર્સના સમન્સ અને નોટિસ નીચે પડી ગયા હતા. જેમાં પર્સની બહાર પડેલા ચાર જેટલા સમન્સ ફાડીને મોઢા પર ફેંકી માર મારી આજે તો તું બચી ગયો છે, પરંતુ મોકો મળે એટલે તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે હરેશ એ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ચૌધરી મેહુલ નાથુ અને ચૌધરી મહેશ મેઘજી બન્ને વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.