
ઊંઝાના ભુણાવ ગામની સીમમાં બે બોરના કેબલ ચોરાયા
ઊંઝાના ભૂણાવ ગામની સીમમાં આવેલ ડોઝર વિસ્તારમાં ખેડૂતોના બોર ઉપર મોડી રાત્રે ચોર ત્રાટક્યા હતા. જેમાં ખેડૂતોના બે બોર ઉપર કેબલ ચોરી કરી ચોર નાસી છૂટ્યા હતા.મળતી વિગત મુજબ, ભુણાવની સીમ જેમાં પટેલ ભરત ગણેશભાઈના બોર ઉપર કેબલ ચોરીનો બનાવ બનેલ છે. જેમાં બોર ઓપરેટર પટેલ અલ્પેશભાઈએ જણાવ્યું કે, અગાઉ પણ આ વિસ્તારમાં ચોરીના બનાવો બન્યા છે પરંતુ ચોર હજુ પોલીસ પકડથી દૂર છે અને ફરીથી એ જ વિસ્તારમાં બોર પર કેબલ ચોરીનો બનાવ બન્યો છે. બોરની ઓરડીના પતરા તોડીને ઓરડીમાં ઘૂસી કેબલ ચોરી કર્યો છે. વધુમાં નજીકમાં જ બીજો બોર આવેલો છે જે પટેલ વીરાભાઇનો છે. જે બોરઓપરેટર તરીકે પટેલ પ્રકાશભાઈ છે. ત્યાં પણ ગત મોડી રાત્રે કેબલ ચોરીનો બનાવ બનેલો છે. હાલમાં ભુણાવના આજુબાજુ વિસ્તારમા કેબલ ચોરીના બનાવો અવાર નવાર બની રહ્યા છે. તો ખેડૂતોએ ઊંઝા પોલીસને જણાવ્યું છે કે, તાત્કાલિક કેબલ ચોરોને પકડી લેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેવી ખેડૂતોએ માગ છે.
તેમજ ઊંઝા પોલીસે ઘટના સ્થળે આવી ચોરી બાબતે પંચનામું કરી તપાસ હાથ ધરી હતી. જેમાં કેબલ આશરે મુદ્દામાલ કિંમત રૂપિયા 20,000 થાય છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જ્યાં કેબલ ચોરીની ઘટના સામે આવી છે એજ વિસ્તારમા અગાઉ કેબલ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે તપાસ હાથધરી હતી. અવારનવાર ભુણાવ સીમ વિસ્તારમાં કેબલ ચોરીની ઘટનાઓને લઈને ખેડૂતોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.