
વિસનગર રોડ પર ઝાડ નમી પડ્યા, હાઇવે પર વિજીબલિટી ઘટતાં વાહન ચાલકો અટવાયા
મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ ગઈ કાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો.જોકે આજે મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વાવાઝોડું ત્રાટકતા હાઇવે પર વિજીબલિટી ઘટી જતાં વાહન ચાલકો પણ પરેશાન બન્યા હતા.
મહેસાણામા આજે સવારે 10 કલાક બાદ ભારે પવન સાથે વાવાઝોડું આવતા લોકોને ભારે હકાલી નો સામનો કરવો પડ્યો હતો.વાવાઝોડાને કારણે મહેસાણા સહિત ગરમ્ય વિસ્તારમાં વીજળી પણ ડુલ થઈ ગઈ હતી.ત્યારે મહેસાણા શહેર ના રાધનપુર ચોકડી અને વિસનગર મહેસાણા હાઇવે પર ઝાડ નમી પડ્યા હતા. મહેસાણા વિસનગર હાઇવે પર વાવાઝોડાને કારણે લીમડાનું ઝાડ ધરાઈ સાઈ થઈ જતા વાહન વ્યવહાર રોકી દેવાયો હતો.ઘટના પગલે મહેસાણા ડિઝાસ્ટર ને જાણ કરતા ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.