વડનગર પાસે મારૂતિ વાને બાઇકને ટક્કર મારતા 2 મિત્રોના કરૂણ મોત

મહેસાણા
મહેસાણા

વડનગર પાસે આવેલા શેખપુર નજીક રાત્રે એક વાનચાલકે બે બાઈક સવારને ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. ગાડી ચાલક ગાડી ઘટના સ્થળે મૂકી ફરાર થયો હતો. સમગ્ર મામલે હાલમાં પરિવાર શોકમય બન્યો છે, તેમજ ફરાર ગાડી ચાલક સામે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર તાલુકાના શેખપુર ગામના ઠાકોર સંજયજી માનસંઘજી અને સિપોર ગામના ઠાકોર કલ્પેશજી જહાજી આ બંને મિત્રો ખેરાલુ પાસે આવેલ જીઆઇડીસીમાં સાથે નોકરી કરે છે. જેથી બંને એક બાઈક પર સવાર થઈને ખેરાલુ નોકરી કરવા જવા નીકળ્યા હતા. જ્યાં પૂરઝડપે પસાર થતી મારૂતિ વાન GJ02DE9947ના ચાલકે બાઈકને ટક્કર મારી હતી.

અકસ્માતમાં બંને યુવાન રોડ પર પટકાતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માત સર્જી ગાડી ચાલક ગાડી મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં મોતને ભેટનાર ઠાકોર સંજયના ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા હતા અને ઠાકોર કલ્પેશજીના પણ ત્રણ વર્ષના લગ્નજીવન દરમિયાન એક દોડ વર્ષની બાળકી પણ છે. આ અકસ્માતમાં એક નાની બાળકીએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી તેમજ બંને યુવાનના પરિવાર શોકમય બન્યા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.