
અમદાવાદ જિલ્લામાં ચેન સ્નેચિંગની ત્રણ ઘટનાને અંજામ આપનારા તસ્કરોને પોલીસે કડીથી દબોચી લીધા
અમદાવાદ જિલ્લામાં વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલા ચેન સ્નેચિંગ કેસના તસ્કરો ચોરીનો માલ બાઈક પર બેસીને કલ્યાણ પુરાથી કડી બાજુ વેચવા આવતા હતા. એ દરમિયાન બાતમી આધારે મહેસાણા પેરોલ ફ્લો ટીમે ત્રણ તસ્કરોને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી પોલીસે મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ પોલીસે આદરી છે.મહેસાણા પેરોલ ફ્લો ટીમના પી.એસ.આઈ એમ.પી.ચૌધરીની ટીમના રશમેન્દ્ર સિંહ અને પો.કો જોરાજીને બાતમી મળી કે કલ્યાણપુરાથી કડી બાજુ નમ્બર પ્લેટ વગરના બાઈક પર ત્રણ ઈસમો ચોરીનો માલ વેચવા ફરી રહ્યા છે. બાતમી આધારે પેરોલ ફ્લો ટીમે નરસિંહ પુરા નર્મદા કેનાલ પાસે વોચ ગોઠવી ત્રણ આરોપીને ઝડપી લીધા હતા.
પોલીસે ઠાકોર નરેશજી ઉર્ફ ભોલાજી,ઠાકોર મહેશજી ઉર્ફ મયો, ઠાકોર મહેશજી ઉર્ફ મટુ ને ઝડપી તપાસ કરી હતી.જેમાં ઠાકોર મહેશજી પાસેથી 26,939 કિંમતનો તૂટેલો સોનાનો દોરો થતા બાઈક મળી 1,06,939 નો મુદ્દામાલ કબ્જે કર્યો તેમજ વધુ તપાસ કરતા મહેશજી ઉર્ફ મયા એ તેના મિત્ર સાથે મળી બોપલ અણમોલ સોસાયટી પાસેથી દોરો તોડ્યો હતો. ઠાકોર નરેશજી ઉર્ફ ભોલાજી થતા ઠાકોર મહેશજી ઉર્ફ લટું એ પણ અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી એક સોનાની ચેન તોડી હોવાની કબૂલાત કરી હતી. જે ચેન પોલીસે કબ્જે કરી હતી. પોલીસે ત્રણ બનાવ વાળા વિસ્તારમાં તપાસ કરતા આ ગુનાઓ અનડિટેક થયા હોવાની જાણવા મળ્યું હતું જેમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી કુલ 1,06,939 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી હતી. ઠાકોર મહેશજી ઉર્ફ લટું પર કલોલ તાલુકામાં 2, કલોલ શહેરમાં પોલીસમાં 4, હિંમતનગર પોલીસમાં 1, કડી અને વિસનગર પોલીસમાં 1-1 અને ચાંદખેડામાં 1 મળી કુલ 10 ગુના કલમ 379 (1)114 મુજબ નોંધાયા છે.તેમજ ઠાકોર નરેશજી ઉર્ફ ભોલાજી ઉપર કડી પોલીસમાં કલમ 379 (1)114 મુજબ 1 ગુનો નોંધાયો છે.