કડી-ઊંઝા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ,અનેક જગ્યાઓ પર પાણી ભરાયા
મહેસાણા જિલ્લામાં ગતરાત્રે શરૂ થયેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જોકે મહેસાણા જિલ્લાના મોટાભાગના તાલુકામાં હાલમાં સતત મેઘમહેર જોવા મળી રહી છે.ત્યારે કડી,ઊંઝા,જોટાણા વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે.ત્યારે હાલમાં પડી રહેલા વરસાદ ને કારણે શહેરો માં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.
મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં સતત બે દિવસથી ઉકળાટ મારતી ગરમી ને કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા હતા.જોકે ગત રાત્રી દરમિયાન શરૂ થયેલ વરસાદ પગલે મહેસાણા જિલ્લામાં ઠંડક પ્રસરી હતી.જિલ્લાના કડી,ઊંઝા,જોટાણા પંથકમાં વધુ વરસાદ નોંધાયો હતો.સાંજે 4 કલાક સુધીમાં આટલા વિસ્તારમાં પાણી ભરાયું મહેસાણા જિલ્લામાં આજે સાંજે ચાર કલાક સુધીમાં મહેસાણામાં 0 mm,ઊંઝામાં 32 mm,કડીમાં 12 mm,ખેરાલુમાં 23 mm,વિજાપુરમાં 0.4 mm વરસાદ નોંધાયો હતો.જોકે મહેસાણા જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.