
આજે બહુચરાજી ખાતે ગર્ભગૃહમાં ઘટસ્થાપના વિધિ કરવામાં આવી
આજથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ છે ત્યારે વિવિધ મંદિરોમાં માઈભક્તો ઉમટી પડ્યા છે.ત્યારે યાત્રાધામ બહુચરાજી મંદિર પરિસરમાં વહેલી સવારથી દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી.જેમા સવારે 7 કલાકે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે 7.30 કલાકે શાસ્ત્રોક્ત વિધિ મુજબ વહીવટદારના હસ્તે ઘટ સ્થાપના વિધિ કરવામાં આવી હતી આ સિવાય ગઈકાલ બપોરે 12 કલાકે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પક્ષાલન વિધિ કરવામાં આવી.હતી.મા બહુચરના મુખ્ય મંદિર તેમજ વરખડીવાળા મંદિરમાં કરવામાં આવેલી પક્ષાલન વિધિનું વિશેષ મહત્વ હોવાથી માઇભક્તોએ પ્રક્ષાલન વિધિની સેવાનો લાભ લીધો હતો.જ્યા આઠમના દિવસે માતાજીની પલ્લીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં લાખો યાત્રાળુઓ લાભ લેતા હોય છે.આ સિવાય આગામી 4 થી 6 એપ્રિલના રોજ મા બહુચરનો ચૈત્રી પૂનમના લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેની અંદર માતાજીના મંદિરમાં યાત્રાળુઓ માટે સવારથી સાંજ સુધી નિઃશુલ્ક ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.