
કડીના ભવ્ય સ્ક્વેર ખાતે ચંદ્રયાન 3ની થીમ ઉપર ગણેશ મહોત્સવનું ત્રિ-દિવસિય આયોજન
સમગ્ર દેશની અંદર ગણેશ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. મંગળવારે ગણેશ ચતુર્થીના તહેવાર નિમિત્તે અનેક જગ્યાએ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. કડીના વડવાળા હનુમાનજીના સામે આવેલા ભવ્ય સ્કવેર કોમ્પ્લેક્સમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન ભવ્ય સ્ક્વેર ખાતે કરવામાં આવે છે.કડી શહેરની અંદર અનેક જગ્યાએ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વડવાળા હનુમાનજીના મંદિરના સામે આવેલા ભવ્ય સ્ક્વેર કોમ્પલેક્ષમાં કંઈક અલગ જ રીતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન 3ની થીમ ઉપર ગણેશ સ્થાપના કરવામાં આવી હતી અને ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત દેશે આ વર્ષે સમગ્ર વિશ્વમાં આગવી પ્રસિદ્ધિ મેળવી છે અને દેશના વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્રયાન 3ને ચંદ્ર ખાતે મોકલી આપી ઇતિહાસ રચ્યો છે.
કડીના ભવ્ય સ્કવેર ખાતે ત્રણ દિવસીય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ભવ્ય સ્ક્વેર પરિવાર તેમજ વેપારીયો દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આ વર્ષે ચંદ્રયાન થ્રીની થીમ ઉપર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ પંડાલની અંદર ગણેશજીની મૂર્તિની પાછળ ચંદ્રયાનની કૃતિ બનાવવામાં આવી છે. તેમજ વાદળો બનાવવામાં આવ્યા છે અને ભગવાનની મૂર્તિના ઉપરના ભાગમાં અલગ અલગ ગ્રહો બનાવવામાં આવ્યા છે. આબેહુબ થીમ બનાવીને ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં વિશ્વાસ પટેલ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, આ વર્ષે ચંદ્રયાન 3 ઉપર ત્રીજા વર્ષે ભવ્ય સ્ક્વેર પરિવાર દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમે આ વર્ષે સ્પેશિયલ ચંદ્રયાન 3 ઉપર થીમ બનાવવામાં આવી છે. તેનું કારણ છે ભારત દેશે અને આપણા ઇસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન મોકલીને જે પ્રસિદ્ધિ હાંસલ કરી છે. જેના અનુસંધાને ભારતનું ગૌરવ અને સમગ્ર વિશ્વમાં નામના પ્રસિદ્ધિ મેળવી છે. જે અંતર્ગત આપણા વૈજ્ઞાનિકો અને સમાજમાં પણ સારો મેસેજ જાય તે માટે આ થીમનું આયોજન કરવામાં આવેલું છે.