ઊંઝાના વિવિધ વિસ્તારોમાંથી ત્રણ બાઈકની ઉઠાંતરી

મહેસાણા
મહેસાણા

ઊંઝા શહેરમાં આવેલ બસ સ્ટેન્ડ નજીક માર્કેટ પાછળ પાર્કિંગમાં પાર્ક કરેલ મોટર સાયકલ તેમજ મહિલા કોલેજની નજીક મૂકેલ બાઇક અને ગંજબજાર ખાતે પાર્ક કરેલ મોટર સાયકલની કોઈ અજાણ્યા ઈસમ ઉઠાંતરી કરી લઈ જતાં ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

મળતી વિગતો અનુસાર, ઊંઝા તાલુકાના ભાંખર ગામના અને હાલ કલોલ મુકામે રહેતા બીપીન ભારથી બાવાએ પોતાનુ મોટરસાયકલ કિંમત રૂપિયા ૨૫,૦૦૦ બસ સ્ટેન્ડ નજીક ચીમનભાઈ પટેલ માર્કેટ પાછળ પાર્કિગમાં મૂક્યું હતું. જેની કોઈ ઉઠાંતરી કરી લઈ ગયું હતું. તેમજ મહિલા કોલેજ પાસે ચાની લારી ધરાવતા પ્રભુભાઈ માળીએ પોતાનુ મોટર સાયકલ કાળા કલરનું હીરો સ્પ્લેન્ડર કિંમત રૂપિયા ૨૫,૦૦૦ પાર્ક કર્યું હતું.

જેની પણ ચોરી થવા પામી છે થતાં ઊંઝા ગંજબજારના સી ૧૪૯ પેઢી પાછળ આવેલ પાર્કિગમાં મુકેલ કિરણ રામજીભાઈ પટેલનું મોટર સાયકલ હીરો હોન્ડા કિંમત રૂપિયા ૧૦,૦૦૦ ની કોઈ અજાણ્યા ઈસમ લઈ ગયો હતો. આ ઊપરાંત ઊંઝા તાલુકાના ભાંખર થી પ્રધાનપુરા વચ્ચે આવેલ બ્રહ્માની માતાજીની ખુલ્લી જગ્યામાંથી વિજયસિંહ સોલંકી રહે.વિશોળ જોગણી માતાજીના મંદિર પાસે તા.ઊંઝાનો વીવો કંપનીનો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૨૧,૯૯૯ ની ચોરી થતાં ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.