શામળાજી અને ઉદેપુર હાઈવે ઉપર વાહનોની લાંબી લાઈન લાગી

ગુજરાત
ગુજરાત 231

મહેસાણા
એક તરફ દેશમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ રાજસ્થાનમાં શિક્ષકોની ભરતી મામલે આંદોલન વધારેને વધારે તેજ થઈ રહ્યું છે આવામાં આ આંદોલનની અસર ગુજરાત પર પણ પડી રહી છે. ગુજરાત રાજસ્થાનને જોડતો નેશનલ હાઈવે ૮ પર ટ્રાફિક જામ થઈ ગયો છે. બે દિવસથી હાઈવે બંધ હોવાથી ૩૦ કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થયો છે. આવામાં બે દિવસથી વાહન ચાલકો અટવાઈ પડ્યા છે. ગુજરાત અને રાજસ્થાનને જોડનારા નેશનલ હાઈવે ૮ પર શામળાજી-ઉદેપુર હાઈવે પર શિક્ષકોના આંદોલનના કારણે વાહનચાલકો અટવાઈ પડ્યા છે. એક પાછળ એક વાહનોની લાઈન લાગી હોવાથી લોકોનું આગળ જવું મુશ્કેલ બની ગયું છે. આવામાં પોલીસ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. માલવાહક ટ્રકો અને ફોર વ્હીલર મોટી સંખ્યામાં સરહદી વિસ્તારમાં અટવાઈ પડ્યા છે ત્યારે પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ સાથે પરપ્રાંતિય વાહનોને સુરક્ષા પુરી પાડવા માટે આ ટ્રાફિકજામવાળી જગ્યા પર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિક મીડિયા રિપોર્ટ્‌સમાં જણાવવામાં આવી રહ્યું છે. શામળાજી-ઉદેપુરમાં વાહનનોની લાબી કતાર થવાના કારણે ટ્રાફિકને અન્યત્ર ડાઈવર્ટ કરવામાં આવી રહ્યો છે. આમ થવાના કારણે રાજસ્તાન જવાના અન્ય માર્ગો અંબાજી, આબુ રોડ, ભિલોડા પર સામાન્ય દિવસો કરતા ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. બે દિવસ કરતા વધુ સમયથી જે લોકો ટ્રાફિકમાં અટવાઈ પડ્યા છે તેમની સ્થિતિ ઘણી જ કફોડી બની છે. આવામાં મોબાઈલ ફોન ચાર્ચિંગની વ્યવસ્થા કારમાં સતત બેસી રહેવાના કારણે મુસાફરો કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આવામાં ઈમરજન્સીમાં નીકળેલા લોકોએ પણ ના છૂટકે ટ્રાફિકમાં ફસાઈ રહેવાનો વારો આવ્યો છે. જેમાં નાના બાળકો સાથે નીકળેલા પરિવારો પણ રહેવા જમવાની બાબતે ચિંતિત છે. લોકો એનકેન પ્રકારે પરત જવાના પણ પ્રયાસો કરી રહ્યા છે જોકે, લાબા ટ્રાફિકના કારણે વાહન સ્થળ પરથી હટાવવું મુશ્કેલ બની રહ્યું છે. અટવાયેલા લોકો સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા મદદ મળે તેવી પણ માગણી કરવામાં આવી રહી છે. જોકે, ટ્રાફિક લાંબા થઈ ગયો હોવાના કારણે રસ્તો ખુલ્લો કરવામાં હજુ પણ કેટલોક સમય લાગી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.