કડીના શરાફ બજારમાં આવેલા હસ્નૈન જ્વેલર્સ દુકાનમાંથી 5 કિલો ચાંદીની ચોરી

મહેસાણા
મહેસાણા

કડીના શરાફ બજારમાં આવેલા હસ્નૈન જ્વેલર્સમાં તસ્કરો હાથ ફેરો કરી ગયા હવાની ઘટના સામે આવી છે. હસ્નૈન જ્વેલર્સમાં મોડી રાત્રે તસ્કરો ચોરીને અંજામ આપવામાં સફળ રહ્યાં હતા. જ્વેલર્સ દુકાનમાંથી 5 કિલો ચાંદીની ચોરી કરીને ફરાર થયાં હતા. જેની કિંમત અંદાજિલ બે લાખ રૂપિયા થાય છે.

તસ્કરો પકડાવાની બીકથી દુકાનના સીસીટીવી કેમરાનું ડિવીઆર પણ સાથે લઇને ગયા હતા. વહેલી સવારે ચોરીની જાણ દુકાન માલિકને થતા પોલીસને જાણ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.