
યુવક પિક્ચર જોવા ગયો અને ગઠિયો એક્ટીવા ઉઠાવી ગયો…
કડી તાલુકાના નંદાસણ ગામેથી એક્ટીવા લઈને યુવક કડી ખાતે કપડાની ખરીદી કરવા આવ્યો હતો અને કપડાની ખરીદી કર્યા બાદ સીટી ગોલ્ડ સિનેમામાં પિક્ચર જોવા ગયો હતો અને પિક્ચર જોઈને આવતાની સાથે જ જોયું તો તેનું એકટીવા દેખાયું ન હતું. જે બાદ તેઓએ તપાસ કરતા એકટીવા મળી ન આવતા ફરિયાદ નોંધાવી હતી.
કડી તાલુકાના નંદાસણ ગામે રહેતા ઇલિયાસ સિંધીએ 2022ની સાલમાં એકટીવા 6Gની ઘર વપરાશ માટે ખરીદી કરી હતી. જ્યાં તેમનો દીકરો હનીફ કડી ખાતે એકટીવા લઈને કપડાની ખરીદી કરવા માટે આવ્યો હતો. કપડાની ખરીદી કરીને કડીના થોળ રોડ ઉપર આવેલ સીટી ગોલ્ડ સિનેમામાં પિક્ચર જોવા માટે ગયો હતો. જે બાદ તેઓ પાર્કિંગમાં એકટીવા નંબર GJ 2 DR 2096 પાર્ક કર્યું હતું. જે બાદ થોડા કલાકો બાદ પાછા આવીને જોયું તો પોતાનું એકટીવા જોવા મળ્યું ન હતું. જે આજુબાજુ તપાસ કરતાં પોતાનું એકટીવા મળીને આવતા તેઓએ કડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.