સગાઈ તોડી નાંખવા ચાર મિત્રોએ દબાણ કરતા યુવકે આત્મહત્યા કરી

મહેસાણા
મહેસાણા

વડનગરમાં પાંચ માસ અગાઉ એક યુવકે સુસાઇડ નોટ લખી મોતને વ્હાલું કર્યું હતું. જે મામલે તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે. જેમાં યુવકના જે યુવતી સાથે સગાઇ થઈ હતી તે યુવતીના મિત્રોએ સગાઈ તોડી નાખવા યુવક પર દબાણ કરતા યુવકે આ પગલું ભર્યું હોવાની સામે આવ્યું છે. સમગ્ર મામલે હાલમાં વડનગર પોલીસ મથકમાં ચાર યુવકો સામે નામ જોગ ફરિયાદ નોંધાઈ છે.

વડનગરના શાહપુરના 29 વર્ષીય ઠાકોર વિપુલની સગાઈ વિસનગર ખાતે રહેતી એક યુવતી સાથે કરવામાં આવી હતી. જ્યાં યુવતીના ચાર જેટલા મિત્રો જેમનો એક અગાઉ યુવતી સાથે સગાઈની વાત ચાલતી હતી એ યુવાન અને અન્ય ત્રણ મિત્રો મૃતક વિપુલને વિસનગર ખાતે મળ્યા હતા. જ્યાં ચાર યુવાનોએ મૃતકને યુવતી સાથે આડ કતરી રીતે સબંધ તોડી નાખવા માટે માનસીક ત્રાસ આપતા હતા. બાદમાં સમગ્ર મામલે મૃતક યુવાને આખરે કંટાળી એક સુસાઇડ નોટ લખી ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.