
ઊંઝા ઉપેરાના પશુપાલકની ભેંસની ચોરી; પોલીસે ફરિયાદ આધારે તજવીજ શરૂ કરી
ઊંઝા ઉપેરા ગામના વતની પટેલ રોહિત મણિલાલ જેઓએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જણાવ્યું હતું કે, ઉપેરા સરકારી દવાખાના પાછળ પોતાની જમીન આવેલી છે. જે ખેતીનું કામ અને પશુપાલનનું કામ કરે છે. જેમાં ગાયો અને ભેંસો રાખે છે. જે ગતરોજ રાત્રે સાડા બાર વાગ્યા સુધી ત્યાં રોકાયેલા હતા.
ત્યારબાદ પોતાના ઘરે આવેલા અને વહેલી સવારે જ્યારે ગાયો અને ભેંસો બાંધેલી હતી એ જગ્યાએ ગયા હતા. ત્યારે જે બાંધેલી ભેંસ જોવા મળેલી નહીં. આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા મળી આવેલી નહીં. જે રાત્રી દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો આવીને જગ્યાએથી ભેંસ છોડીને ચોરી લઈ ગયા હતા. જે ભેંસની કિંમત રૂપિયા 40,000 જેટલી થાય છે. જે ઊંઝા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા આઈપીસી 379 મુજબનો કોઈ અજાણ્યા ઈસમો ભેંસ ચોરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.