ગાંધીનગરની ટીમે આવી મહેસાણામાં કોરોના રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી

મહેસાણા
મહેસાણા

મહેસાણામાં હાલ કોરોના રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જોકે, જિલ્લામાં અનેક જગ્યાએ લોકો ધાર્મિક માન્યતા અને ભયભીતના કારણે રસી લેતા ન હતા. જેને લઈ ગાંધીનગરની ટીમે આવી મહેસાણામાં કોરોના રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી હતી. કોરોના રસીકરણ માટેના કાર્યક્રમો અને કામગીરી દરમિયાન ગાંધીનગર ખાતેથી આરોગ્ય કમિશ્નર સહિતના 25 અધિકારીઓની ટીમ મહેસાણા આવી પહોંચી હતી. ત્યારબાદ જે ગામમાં રસીકરણનો આંક ઓછો હતો તે ગામમાં ઘરે ઘરે જઈને લોકોને વેક્સિનેશન કરાવી લેવા માટેની સમજ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ભયભીત લોકોને રસીકરણ અંગે સમજ અપાઈજિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કોરોના રસીકરણ માટે મહેસાણા જિલ્લામાં ગાંધીનગર ખાતેથી આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે સહિતના 25 જેટલા અધિકારીઓની ટીમ જિલ્લાના ગામડામાં પહોંચી હતી અને એનાલિસિસ કર્યું હતું. આ અધિકારીઓએ જિલ્લામાં આવેલા દેણપ મેવડ, ભાસરિયા સહિત કુલ 25 ગામોની મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન જે લોકોએ કોરોના રસીના ડોઝ લીધા ન હોતા તેવા લોકોને રસી લેવામાં કોઈ ડર નહીં રાખવા તથા ધાર્મિક માન્યતાને આગળ રસીકરણની દૂર નહીં રહેવા અને સમયસર બંને ડોઝ લેવા માટે અધિકારીઓએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ કાર્યક્રમ બાદ મહેસાણા જિલ્લામાં આશરે 10 હજાર લોકોને કોરોના રસીકરણનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જિલ્લામાં રસીકરણની 98 ટકા કામગીરી પૂરી થઈ છે. હાલમાં જિલ્લામાં કોરોના રસી લીધા વગર બાકી રહેલા લોકોને રસી આપવાની કામગીરી ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.