મોઢેરામાં સૂર્ય મંદિર સોલાર ઉર્જાથી ઝળહળી ઉઠ્યું

મહેસાણા
મહેસાણા

બેચરાજી તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. આગામી સમયમાં ભારતનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ મોઢેરામાં હોવાથી આગામી સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. જેમાં આ પ્રોજેક્ટ થકી મોઢેરા સૂર્ય મંદિર અને ગામમાં આવેલા 1610 પરિવારને સોલાર વીજળી પુરી પાડવામાં આવશે.

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના મોઢેરા નજીક સુજાણપુરા ગામમાં સોલાર પ્રોજેકટનું કામ ચાલી રહ્યું છે. સમગ્ર ભારતમાં 69 કરોડના ખર્ચે તૈયાર થયેલા સોલાર પ્રોજેક્ટનું સપ્ટેમ્બર માસમાં લોકાર્પણ કરવામાં આવનાર છે. મોઢેરા પાસે આવેલા ત્રણ કિલોમીટર દૂર સુજાણપુરા ગામ ખાતે સોલાર પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે.

આ પ્રોજેક્ટ દ્વારા મોઢેરા સૂર્યમંદિર પરિસરમાં પણ શૌર્ય ઉર્જાથી રંગબેરંગી રોશની કરવામાં આવી રહી છે. હાલમાં સૂર્યમંદિરને રાત્રી દરમ્યાન શૌર્ય ઉર્જાથી રંગબેરંગી રોશનીથી સજાવવાનો ટ્રાયલ રન ચાલી રહ્યો છે. આ રોશનીથી રાત્રી દરમ્યાન એક અદભુત નજારો જોવા મળ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.