મહેસાણામાં લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનની ગાડીમાં તસ્કરો હાથ સાફ કરી ગયા

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લાના વસાઈમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા પરિવારના લોકોના સામાનની ચોરી થયાની ઘટના સામે આવી છે.

મહેસાણા જિલ્લાના વસાઈ ખાતે લગ્ન પ્રસંગમાં અમદાવાદથી આવેલા મહેમાનની ગાડીમાંથી ચોરી થઇ હતી. અમદાવાદથી આવેલો પરિવાર સાંજે પોતાની ગાડી રોડની સાઈડમાં પાર્ક કરી જમવા ગયા હતા. જ્યારે પાછા ફર્યા ત્યારે ગાડીમાં પડેલો સામાન ગાડીના કાચ તોડી અજાણ્યા ઇસમો ચોરી કરી ફરાર થઇ ગયો હોવાની જાણ થઇ હતી.

ગાડીમાં તપાસ કરતા ગાડીમા મુકેલા થેલા અને સોનાંના દાગીના તેમજ રોકડ રકમ ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. તસ્કરો ગાડીમાંથી કુલ રૂપિયા 80 હજારના મત્તાની ચોરી કરી ફરાર થયા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે કમલેશ પટેલે વસાઈ પોલીસ મથકમાં સમગ્ર મામલે અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.