દરવાજાનું તાળું તોડી દુકાનમાં ઘૂસેલા તસ્કરો રૂ.1.95 લાખનાં 15 મોબાઇલ ચોરી ગયા

મહેસાણા
મહેસાણા

ખેરાલુની મુખ્ય બજારમાં આવેલી મોબાઇલની દુકાનના ધાબા ઉપર ચડી સીડીના દરવાજાનું તાળું તોડી દુકાનમાં ઘૂસેલા તસ્કરો રૂ.1.95 લાખનાં 15 મોબાઇલ ચોરી ગયા હતા. દુકાન માલિકની ફરિયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. જેને આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ખેરાલુની બહુચર ધામ સોસાયટીમાં રહેતા દીપકકુમાર કોડુમલભાઈ લીંમાણી મુખ્ય બજારમાં ખારીકુઈ વિસ્તારમાં ન્યુ વર્લ્ડ ઓફ મોબાઈલ નામની દુકાન ધરાવે છે.ગત 10 જાન્યુઆરીના રોજ સવારે દીપકભાઈ દુકાન ખોલીને અંદર જતાં દુકાનમાં પૈસા મૂકવાનું ડ્રોવર અસ્તવ્યસ્ત હતું અને તેમાં મુકેલા અલગ અલગ કંપનીના 15 મોબાઈલ મળી આવ્યા ન હતા.

તેમણે દુકાનમાં તપાસ કરતાં દુકાનના ખુલ્લા ધાબા ઉપર આવેલી સીડીમાં ફીટ કરેલી લોખંડની જાળી અને દરવાજાનું તાળું તૂટેલું હતું. આથી તેમણે રૂ.1.95 લાખના 15 મોબાઇલની ચોરી અંગે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.લીંમાણી મુખ્ય બજારમાં ખારીકુઈ વિસ્તારમાં ચોરી તસ્કરો દુકાનના ધાબા ઉપર ચડી સીડીના દરવાજાનું તાળું તોડી અંદર ઘૂસી ચોરીને અંજામ આપી ફરાર


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.