કડીની મામલતદાર કચેરી નજીક સરકારી ગોડાઉનનું શટર તોડી તુવેર દાળ, ખાંડ સહિત એક લાખના મુદ્દામાલની ચોરી

મહેસાણા
મહેસાણા

કડીના નગર રોડ ઉપર આવેલ મામલતદાર કચેરીની પાછળ સરકારી ગોડાઉનમાં ચોરી થયાની ઘટના સામે આવી છે. જ્યારે સરકારી અનાજના ગોડાઉનમાં મેનેજરની નોકરી કરતા સુનિલ કે જેઓ સરકારી ગોડાઉન બંધ કરીને તેમના ઘરે ગયા હતા અને બીજા દિવસે સવારે રાબેતા મુજબ સરકારી અનાજના ગોડાઉન ખાતે પોતાની ફરજ પર આવ્યા હતા. જ્યાં ગોડાઉનની અંદર અનાજની હેરાફેરી કરવા માટે કોન્ટ્રાક્ટ ઉપર એક ટ્રક રાખેલ હતી અને તે ટ્રક જે જગ્યા ઉપર હતી એનાથી અલગ જગ્યાએ દેખાતા તેઓને શંકા પડી હતી.

કડીના સરકારી અનાજના ગોડાઉનમાં મેનેજરની નોકરી કરતા સુનિલભાઈએ જે જગ્યા ઉપર ટ્રક પડી હતી ત્યાં થી બીજી જગ્યાએ દેખાતા તેઓએ ટ્રકના ડ્રાઇવરને પૂછ્યું હતું. પરંતુ ડ્રાઇવર એ કહ્યું હતું કે મને કાંઈ ખબર નથી જે દરમિયાન તેઓ સરકારી ગોડાઉન તરફ ગયા હતા અને જોયું તો સરકારી ગોડાઉનનું શટર તૂટેલી હાલતમાં હતું. જ્યાં તેઓએ ગોડાઉનમાં તપાસ કરતા તેઓને શંકા પડી કે ચોરી થઈ છે.

જે દરમિયાન તેઓએ રજીસ્ટર ચેક કર્યું હતું અને પુરવઠાના નાયબ મામલતદારને જાણ કરી હતી. નાયબ મામલતદારે ઘટના સ્થળે દોડી આવી અને ચેક કરતા તેઓને માલુમ થયું હતું કે તુવેરની દાળ, ખાંડના કટ્ટા, તેલ અને અન્ય સ્થળ સામગ્રીની ચોરી થઈ છે. આ મામલે ગોડાઉનમાંથી કુલ રૂપિયા 1,01,100 મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.