વિસનગરમાં આઇ.ટી.આઇ ચોકડીથી રામદેવપીર મંદિર સુધીનો રોડ ખખડધજ હાલતમાં

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં આઇ.ટી.આઇ ચોકડીથી રામદેવપીર મંદિર જવાના રોડ ખખડધજ હાલતમાં થઈ ગયો છે. જેમાં ચોમાસા દરમિયાન રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. જેને લઇ રોડ ની હાલત બિસ્માર થઈ જવા પામી છે. જેમાં રોડ પરથી પસાર થતા વાહનચાલકો પરેશાન થઈ ગયા છે.જેથી આ રોડ પર મોટા ખાડા પડી જવાને કારણે અકસ્માત સર્જાવાની પણ ભીતી સેવાઈ રહી છે. જેથી નવરાત્રી દરમિયાન રાત્રી ના સમયે પસાર થતા વાહન ચાલકો પણ ખાડામાં પટકાશે? તો સત્વરે આ રોડની કામગીરી કરવામાં આવે તેવી વાહનચાલકો માગ કરી રહ્યા છે.વિસનગરથી ઊંઝા જવા માટે આઇ.ટી.આઇ ચોકડીથી રામદેવપીર મંદિર રોડનો ઉપયોગ બહુ પ્રમાણમાં થાય છે. જેમાં આ રોડ પર કાંસા.એન.એ વિસ્તારની સૌથી વધારે સોસાયટીઓ આવેલી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે. જે આ રોડ પર ચોમાસા દરમિયાન તૂટી જવાથી તેમજ મસમોટા ખાડા પડી જવાથી પસાર થતા વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. તેમજ ખાડા પર કપચી તેમજ ધૂળ ઊડતા નાના વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આઈ.ટી.આઇ ચોકડીથી રામદેવપીર મંદિર જવાના રોડ પર કાંસા તરફથી આવતા જતા લોકો ત્યાંથી પસાર થાય છે. જેથી આ રોડ પર ચોમાસામાં વરસાદ પડતાં રોડ પર ખાડા પડી ગયા છે. તેમજ જેથી વાહનચાલકો ખાડામાં પટકાય છે. જેથી આ ખખડધજ રોડને તંત્ર દ્વારા વરસાદ ગયાને દિવસો થયા હોવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. તેમજ જેનાથી પસાર થતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રામદેવપીર મંદિર નજીક નવરાત્રી મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી રાત્રી દરમિયાન મોડા સુધી ગરબા રસિકો ઘૂમી આ રસ્તા પરથી પસાર થાય તો અકસ્માત સર્જાવાની ભીતી સેવાઈ રહી છે. જેથી આ રોડની સત્વરે કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.