ઊંઝાના ઉનાવા પાસે આધેડને ટક્કર મારી બેફામ ગાડી ચાલક ફરાર

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે.ત્યારે ઊંઝા તાલુકાના ઉનાવા ખાતે એક બેફામ ગાડી ચાલકે આધેડને ટક્કર મારી ફરાર થઈ જતા ઉનાવા પોલીસ મથકમાં ગાડી ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

મૂળ વિસનગર તાલુકાના ભાંડુંપુરા ખાતે રહેતા પથુજી ઠાકોર સવારે આઠ કલાકે મજૂરી કામ માટે ઘરેથી નીકળ્યા હતા.એ દરમિયાન ઉનાવા હાઇવે પર કિસાન થ્રેશર પાસે બોલેરો ગાડીએ ટક્કર મારતાતેઓ રોડપર ફગોળાઈ ગયા હતા.અકસ્માતની જાણ આસપાસના લોકોને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જ્યાં ઇજાગ્રસ્તના દીકરાને જાણ કરતા તે પણ દોડી આવી પોતાના પિતાને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ઉનવા પાસે અકસ્માતમાં ઘાયલ થયેલા મજૂરને 108 એમ્બ્યુલન્સ મારફતે મહેસાણા સિવિલમાં સારવાર માટે લવાયા હતા જોકે વધુ સારવાર માટે તેઓને અમદાવાદ સિવિલમાં રીફર કરવામાં આવ્યા હતા સમગ્ર મામલે ઇજા પામેલા મજૂરના પુત્રે ઉનાવા પોલીસ મથકમાં (GJ-23-CA-2374)ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.