
ઊંઝા તાલુકા પંચાયતમાં કાર્યક્રમ યોજાયો
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ ઊંઝા તાલુકા પંચાયતમા કાર્યક્રમ યોજાયો હતો.તેમજ ઊંઝાના તમામ ગામ કક્ષાએથી કળશ લાવવામા આવ્યા હતા.અને વિધિવત મોકલવામાં આવ્યા.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે, પ્રતિદિન માતૃભૂમિ માટે જીવવું, સમયની દરેક ક્ષણ અને જીવનનો પ્રત્યેકકણ માભોમને સમર્પિત કરીએ, એ જ આઝાદીના લડવૈયાઓને આપણી સાચી શ્રદ્ધાંજલિ હશે.મારી માટી, મારો દેશ અભિયાન અંતર્ગત દેશભરમાં સ્થાનિક કાર્યક્રમો અને માટી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશભરના ગામડાઓમાં ગામથી તાલુકા સુધીની માટીયાત્રાઓ યોજાઈ હતી આ યાત્રા ગામડે-ગામડેથી એક-એક મુઠ્ઠી માટી લઇ તેને તાલુકા કક્ષાએ એકત્ર કરવામાં આવી હતી ઊંઝા તાલુકાના તમામ ગામડામાંથી ઊંઝા તાલુકા કક્ષાએ કળશ લઇ જવામાં આવ્યા હતા આ કાર્યક્રમમા ઊંઝા તાલુકા સદસ્યોં, ઊંઝા તાલુકા વિકાસ અધિકારી, ઊંઝા વિધાનસભા ધારાસભ્ય કે કે પટેલ,ગ્રામ્ય કક્ષાએથી સરપંચ તેમજ આંગણવાડી બહેનોએ આ કાર્યક્રમમા ભાગ લીધો હતો તેમજ બી એસ એફ જવાનો સહીત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને મારી માટી મારો દેશ અંતર્ગત અલગ અલગ પોગ્રામ કરવામાં આવ્યા હતા અને જેમાં ઊંઝા સરદાર ચોકથી લઈને ઊંઝા તાલુકા પંચાયત સુધી રેલી કરવામાં આવી હતી ત્યારબાદ તાલુકા પંચાયત કળશ લઇ જઈને વિધિ કરવામાં આવી હતી અને આવેલા બી એસ એફ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ તાલુકાથી દિલ્હી કર્તવ્યપથ સુધીની અમૃત કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં દરેક તાલુકાનું પ્રતિનિધિત્વ કરતા 7500થી પણ વધારે યુવાનો એકત્ર થયેલી માટીના કળશ અમૃત વાટિકાની સ્થાપના માટે દિલ્હી કર્તવ્યપથ સુધી પહોંચાડશે.