
કડીના વડુ ગામે ટ્રકમાંથી પ્રદૂષણ યુક્ત કચરો ઠલવી સળગાવતા બે ઇસમોને ટ્રક સાથે પ્રદૂષણ વિભાગે ઝડપ્યા
મહેસાણા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતા. જે દરમિયાન નંદાસણ પાસે પહોંચતા એક આઇસર ટ્રક જેઓને શંકાસ્પદ લાગતા અધિકારીઓએ તેનો પીછો કર્યો હતો.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને આઇસર ટ્રક શંકાસ્પદ લાગતા અને કાળા કલરની તાડપત્રી ઢાંકેલી હતી અને દુર્ગંધ મારી રહી હતી. જે બાબતે અધિકારીઓ દ્વારા તે ટ્રકનો પીછો કરવામાં આવ્યો હતો અને ટ્રક વડુ ગામની સીમમાં રોડની બાજુમાં ટ્રક ઉભી રહી હતી. કચરો ઠલવવાનું ચાલુ કરીને બે ઈસમો દ્વારા સળગાવવાની કોશિશ કરતા અધિકારીઓ ત્રાટકી પડ્યા હતા અને રોક્યા હતા.
તેમની પૂછપરછ કરતા ટ્રકના ડ્રાઇવર ચંદુ ખોડાભાઈ અને શૈલેષ પટેલ ઇસમો સળગાવતા હતા અને અધિકારીઓએ આ બંનેની પુછપરછ કરતાં બંને જણાએ જણાવેલું કે આ પ્રદુષણ યુક્ત કચરો unity orgauic pvt બિલેશ્વરપુરા કલોલથી લાવેલા હતા અને જે બાબતે અધિકારીઓ દ્વારા પુરાવો માગતા બંને ઇસમો જોડે ન હોય બંને ઈસમો અને ટ્રકને નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. ફરિયાદ આપવામાં આવી હતી. જ્યાં પ્રદુષણ વિભાગે હાલ કાર્યવાહી હાથ ધરી હતી.