
કડીના નાનીકડી વિસ્તારમાં આવેલી જય વિનાયક ગ્રીન સોસાયટીમાં ખેલૈયાઓ ગરબે રમ્યા
કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં આવેલી જય વિનાયક ગ્રીન સોસાયટી અને શિવ પેલેસ સોસાયટીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા. ચોથા નોરતે નવલી નવરાત્રીનો રંગ જામતો જોવા મળી રહ્યો છે. યુવાધન જેની આતુરતાથી રાહ જોઈને બેઠું હતું તે નવરાત્રીના રંગમાં રંગાઈ ગયું છે.
કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં આવેલી દડી સર્કલની પાસે શિવ પેલેસ સોસાયટી અને જય વિનાયક ગ્રીન સોસાયટીમાં ખેલૈયાઓ ગરબે ઝૂમી ઉઠ્યા હતા. જય વિનાયક ગ્રીન સોસાયટીમાં રહીશોએ સુંદર માતાજીનો લાઇટિંગથી સુશોભિત ગબ્બર બનાવ્યો હતો. તેમજ માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. બંને સોસાયટીઓમાં માઁઈ ભક્તો માતાજીની આરતી પૂજા આરાધના કરીને મન મૂકીને ગરબે ઝૂમી ઊઠ્યા હતા.