
કડીમાં છઠ્ઠા નોરતે સોસાયટીઓમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા
કડીમાં નવલી નવરાત્રીનો રંગ જામતો જોવા મળી રહ્યો છે. છઠ્ઠા નોરતે કડી શહેરની વિવિધ સોસાયટીઓમાં ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રીના તહેવારમાં મન મૂકીને ઝૂમી ઊંચા હતા. કડી શહેરની વિવિધ સોસાયટીઓમાં છઠ્ઠા નોરતે વેશભૂષાનો પોશાક તેમજ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા.કડી શહેરના ભાવપુરા વિસ્તારમાં આવેલા નાયકવાસમાં માતાજીની આરતી કરીને પુરુષો પાંચ ગરબા ગાય પછી જ મહિલાઓ ગરબે રમે છે. નાયકવાસમાં રહેતા મારી ભક્તો છઠ્ઠા નોરતે અલગ અલગ વેશભૂષા ધારણ કરીને ગરબે ઝુમી ઉઠ્યા હતા.
કરણનગર રોડ ઉપર આવેલી રાજદીપ સોસાયટીમાં અલગ અલગ વેશભૂષા ધારણ કરીને ખેલૈયાઓ ગરબે રમ્યા હતા. તેમજ કનુભાઈ પટેલ રામાપીરનો પોશાક ધારણ કર્યો હતો. તેમજ ઘોડી ઉપર ચડીને ગરબે રમતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.કડીના રોડ ઉપર આવેલી રાજેશ્વરી સોસાયટીમાં પણ ખેલૈયાઓ અલગ અલગ વેષ ધારણ કરીને ગરબે રમ્યા હતા. તેવી જ રીતે કરણનગર રોડ ઉપર આવેલી પરમાનંદ સોસાયટી અને નાની કડી વિસ્તારમાં આવેલા પુષ્પરાજ 2 સોસાયટીમાં ખેલૈયાઓ કૃષ્ણ ભગવાન, જોકર જેવી અવનવી વિવિધ વેશ ધારણ કરીને મન મૂકીને ગરબે ઝૂમી ઊઠ્યા હતા. છઠ્ઠા નોરતે નવલી નવરાત્રીનો રંગ જામતો જોવા મળ્યો હતો.