
કડી પોલીસ સ્ટેશનમાં PIની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી
પોલીસ અને પબ્લિકની વચ્ચે સીધો સંપર્ક અને સમન્વય રહે જે હેતુસર ગુજરાત સરકાર દ્વારા ત્રણ વાત પોલીસની ત્રણ વાત પબ્લિકની જે હેતુસર સમગ્ર ગુજરાતના પોલીસ સ્ટેશનની અંદર પબ્લિક સાથે પોલીસની મિટિંગો તેમ જ શાંતિ સમિતિની બેઠકો મળી રહી છે. જે અંતર્ગત શુક્રવારના દિવસે કડી પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી સોલંકીની અધ્યક્ષતામાં ત્રણ વાત પોલીસની ત્રણ વાત જનતાની અંતર્ગત શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્રણ વાત પોલીસની ત્રણ વાત જનતાની અંતર્ગત કડી પોલીસ સ્ટેશન ખાતે બેઠક મળી હતી. જેમાં જાહેર કાર્યક્રમો, સરઘસ શોભાયાત્રા જેવા કાર્યક્રમોમાં પોલીસ સાથે મળી સ્વયં સેવકોએ જાહેર ટ્રાફિકનું પાલન કરવું, શહેરની અંદર તેમજ તાલુકાની અંદર અસામાજિક પ્રવૃત્તિ ચાલી રહી હોય તો સીધો સંપર્ક થાના ઇન્ચાર્જનો કરવો અને કોઈપણ પોલીસ મથકમાં પોલીસ કર્મી ફરિયાદીને લઈ જો સાંભળે નહીં તો થાના પી.આઈ નો સીધો સંપર્ક કરીને રજૂઆત કરવી. આ ત્રણ વાત લઈને બેઠક મળી હતી. જેમાં કડી પોલીસ સ્ટેશનના પીઆઇ શાંતિ સમિતિની બેઠકમાં ત્રણ વાત પોલીસની કઈ હતી. તેમજ કોઈપણ સમયે કોઈપણ બાબતે તમારી રજૂઆત હોય તો સીધો મારો સંપર્ક કરવો તેમ કહીને પોતાનો નંબર બેઠકમાં આવેલ આગેવાનોને આપ્યો હતો.
કડી શહેરની અંદર કોઈપણ જગ્યાએ અસામાજિક પ્રવૃત્તિ ચાલી રહી હોય તો સીધો કડી પોલીસ મથકમાં આવીને રજૂઆત કરવી તેવું પણ પીઆઇ દ્વારા જણાવવામાં આવ્યું હતું. બેઠકની અંદર આવેલ આગેવાનો દ્વારા પણ રજૂઆત ટ્રાફિક અંગે તેમજ કડી શહેરના અનેક કોમ્પ્લેક્સ અને જાહેર રોડ રસ્તા ઉપર દારૂડીયાઓનો ત્રાસ વધી રહ્યો છે. જેવી બાબતોને લઈને પીઆઇ જેપી સોલંકી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જ્યાં પીઆઇ દ્વારા તેઓને આશ્વાસન આપવામાં આવ્યું હતું. આ બેઠકની અંદર કડી પાલિકાના કોર્પોરેટર હિમાંશુ ખમાર, ઉસ્માનભાઈ રાઉમા, મહેન્દ્રભાઈ પટેલ તેમજ બાબુભાઈ કાઝી, શહેર યુવા મોરચાના ઉપપ્રમુખ પિનાકીન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.