
મુદરડા ગામે અકસ્માતમાં મોતને ભેટેલા 3 લોકોની એક સાથે અંતિમ યાત્રા નીકળી
ગઈકાલે મહેસાણા અમદાવાદ હાઇવે પર બનેલ ગોઝારા અકસ્માતની ઘટનાને લઈ એક જ ગામના ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.પોતાના પરિવાર જનો સુખે થી રહી શકે જમી શેક તે માટે મુદરડા થી ત્રણ લોકો કડીયાકામ ની મજૂરી માટે છત્રાલ જઇ રહ્યા હતા.એ દરમિયાન કાળ બનીને આવેલ ગાડી ચાલકે ત્રણેય ને હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત ત્રણના મોત નિપજ્યા હતા.પરિવારના મોભીના મોત બાદ પૂરો પરિવાર હાલ શોકમાં ડૂવ્યો છે.ત્યારે મૃત દેહોને ગામમાં લાવી એક સાથે અંતિમ યાત્રા દરમિયાન તમામ ગામ લોકોની આંખો ભીંજાઈ હતી.જેમાં ગામની તમામ દુકાનો બંધ રાખી શોક મનાવવામાં આવ્યો હતો.
મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મુદરડા ગામે રહેતા ઠાકોર હરચંદજી લાલજી અને તેઓના પત્ની ઠાકોર અમરત બેનને લગ્ન જીવન દરમિયાન ત્રણ દીકરીઓ અને બે દીકરા હતા જેમાં ત્રણ દીકરીઓ અને એક દીકરાના લગ્ન કરી દેવાયા છે જોકે હજુ એક દીકરો અપરણિત છે.ત્યારે પરિવારના 7 સભ્યોનું ખાવા પીવાનું મૃતક હરચંદજી અને તેમના પત્ની પૂરું પાડતા હતા.જોકે મોટા દીકરાના લગ્ન જીવનમાં સમસ્યા સર્જાતા હાલ મોટો દીકરો પોતાના બે બાળકો સાથે મૃતક માતા પિતા સાથે રહેતો હતો.જોકે આ તમામ લોકોની જવાબદારી હરચંદ ભાઈ પર હતી જેથી હરચંદ ભાઈ કાળી મજૂરી કરી પરિવારનું પેટ રળતા હતા.જોકે આ ગોઝારા અકસ્માતમાં પતિ પત્નીના મોત બાદ મોટા દીકરાના બે બાળકો અને નાનો ભાઈ નોંધારા બન્યા છે.
મહેસાણા અમદાવાદ હાઇવે પર ગઈ કાલે બનેલ અકસ્માતની ઘટનામાં એક જ ગામના ત્રણ લોકોના મોત થયા હતા જેમાં 40 વર્ષીય અપરણિત કાળાજીનું પણ નિધન થયું હતું.કાળાજીના કુટુંબી ભત્રીજા પ્રવીણ ભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે કાળાજી નું ઘર મધ્યમ અને ગરીબ પરિસ્થિતિ વાળુ હોવાથી અને તેઓને લગ્ન ન કરવાની ઇચ્છા ના કારણે તેઓ હજુ સુધી અપરણિત હતા.જોકે તેઓના ભાઈ ના નિધન બાદ ભાભી અને ભત્રીજા સાથે રહી છૂટક મજૂરી કરી ઘર ચલાવતા તેમજ હાલ ઘરમાં મોભીનું મોત થતા પરિવાર પર આભ તૂટ્યા જવી સ્થિત સર્જાઈ છે.
પ્રવીણ ભાઈ જણાવ્યું કે ગામમાં પહેલો એવો બનાવ બન્યો કે જેમાં એક સાથે ત્રણ લોકોના મોત થયા હોય.ઘટના પગલે ગામા તમામ સમાજે દુકાનો બંધ રાખી અંતિમ વિધિમાં જોડાયા હતા.સમગ્ર ગામ જનો શોકમય બન્યા હતા.