
કડી સર્વ વિદ્યાલય કેમ્પસ હિલોળે ચડ્યું
કડી સર્વ વિદ્યાલય કેમ્પસમાં સર્વોત્સવ 2023નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, કડી સર્વ વિદ્યાલય કેમ્પસમાં વિવિધ ધાર્મિક, રાષ્ટ્રીય તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ચોથા નોરતે વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબે જુમી ઉઠ્યા હતા.
“સર્વોચ્ચ 2023″નું કડી સર્વ વિદ્યાલય કેમ્પસમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ચોથા નોરતે માતાજીની આરતી ઉતારી વિદ્યાર્થીઓ ગરબે ઝૂમી ઉઠ્યા હતા. કેમ્પસની ભવકુજ સ્કૂલ, ડૉ.રામભાઈ એમ પટેલ સ્કૂલ, જી.આર પટેલ કિન્ડર ગાર્ડનના 1800થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ મન મૂકીને ગરબે ઝૂમી ઉઠ્યા હતા. નાના નાના ભૂલકાઓ માથે ફૂલોનો ગરબો મૂકીને ગરબે રમતા જોવા મળ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓ અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસ તેમજ અલગ અલગ સ્ટેપમાં DJના તાલે ચોથા નોરતે મન મૂકીને ગરબે રમ્યા હતા.