કડીના અગોલમાં મેઢા ચોકડી પાસેથી અપહરણ થયેલો યુવક 24 કલાકમાં મળી આવતા પરિવારમાં ખુશી

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના અગોલ ગામે રહેતો યુવક પોતાના મિત્ર સાથે અગોલ ગામેથી નીકળી ઓડી ગાડી લઈને બાવળુ પોતાના મિત્રને પેટ્રોલ આપવા માટે આવ્યો હતો. જે બાદ પોતાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે અગોલ રોડ ઉપર ગાડી ચાલકોએ બંને મિત્રોને રોક્યા હતા અને વસીમને ગાડીનો દરવાજો ખોલી અપહરણ કરી ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા મચી જવા પામી હતી. જ્યાં બાવલુ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને યુવકને શોધી પોતાના પરિવારજનોને સોંપતા પરિવારજનોમાં ખુશી પ્રસરી ગઈ હતી.કડી તાલુકાના અગોલ ગામે રહેતા અશરફભાઈ સિપાઈ અને તેમનો મિત્ર વસીમ દાઉદભાઈ સિપાઈ બંને જણા પોતાના ગામની અંદર આવેલા પાલર પાસે બેઠા હતા. જે દરમિયાન વસીમ ઉપર તેના મિત્રનો ફોન આવ્યો હતો કે, મારા બાઈકમાં પેટ્રોલ પતી ગયું છે, તો તું મને આપી જા. જે દરમિયાન વસીમ અને અશરફ ઓડી ગાડી લઈને પેટ્રોલ આપવા માટે ગયા હતા


પેટ્રોલ આપીને પરત ફરતા બંને મિત્રો પોતાના ઘર તરફ જઈ રહ્યાં હતાં. જે દરમિયાન મેઢા ચોકડીથી અગોલ તરફ જતા રસ્તા પાસે પહોંચતા એક અર્ટિકા ગાડી ચાલકે બંને જણાને રોક્યાં હતા. જ્યાં વસીમને ઉઠાવી અપરણ કરી ગાડીચાલકો ફરાર થઈ ગયા હતા. જ્યાં તેનો મિત્ર અશરફ તુરંત જ ગાડી લઈને પોતાના ગામે પહોંચ્યો હતો અને વસીમના પિતાને કહેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. તેમજ તેના પિતા તેમજ ગ્રામજનો પોલીસ મથકમાં આવી પહોંચ્યા હતા અને ગુનો દાખલ કરાવ્યો હતો.કડી તાલુકાના અગોલ ગામે રહેતા વસીમનું ગુરુવારે મધરાત્રે અપહરણ થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જ્યાં બાવલુ પોલીસ તેમજ અન્ય પોલીસે યુવકની શોધ ખોળ હાથ ધરી હતી. પરંતુ યુવકનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો. જ્યાં બાલુ પોલીસ સ્ટેશનના PSI આર.એચ.લોહ સહિતના પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવીને ગુરૂવાર રાતથી જ યુવકની શોધખોળ કરતા હતા. આખરે માહિતીના આધારે પોલીસે 24 કલાકની અંદર જ યુવકને સાણંદ વિરમગામ હાઇવે ઉપરથી શોધી પોતાના પરિવારજનોને સોંપ્યો હતો.યુવકે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, સાણંદ તાલુકાના સારોલી ગામના શાહરૂખ પઢાણે મેઢા ચોકડી પાસે બોલાવ્યો હતો. જ્યાં અર્ટીકા ગાડી લઈને ત્રણ ઈસમો આવ્યા હતા. જેમાં બે ઈસમોએ અર્ટીકા ગાડીમાંથી ઉતરી વસીમને તેની ઓડી ગાડીમાંથી ઉતારી અર્ટીકા ગાડીમાં બેસાડી ફરાર થઈ ગયા હતા.વસીમનો ફોન ચેક કર્યો હતો અને મોબાઈલ ફોનની અંદર વાયરલ વિડીયો મળી ન આવતા વસીમને સાણંદ વિરમગામ હાઇવે ઉપર છોડી મૂકી અપહરણ કર્તાઓ ફરાર થઈ ગયા હતા. જે બાદ પોલીસને માહિતી મળતા પોલીસે યુવકનો કબજો મેળવી. તેનું નિવેદન તેમજ મેડિકલ કરાવી પરિવારજનોને સોંપ્યો હતો. તેમજ અપહરણ કરતાઓની શોધખોળ પોલીસે હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.